નગરાળા શ્રીમતી. ચંદ્રકાન્તાબેન જી. ધાનકા સાયન્સ કોલેજ, નગરાળામાં એન.એસ.એસ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
દાહોદ તા.23
દાહોદ તાલુકાના નગરાળા શ્રીમતી. ચંદ્રકાન્તાબેન જી. ધાનકા સાયન્સ કોલેજ, એન.એસ.એસ યુનિટ દ્વારા અંતર્ગત “રાષ્ટ્રીય સેવા યોજના” દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન.એસ.એસ એકમના પ્રોગ્રામ ઓફિસર સોહિલ મલેક, એન.એસ.એસ એકમના તમામ સ્વયંસેવકો, કોલેજના આચાર્ય અને તમામ સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો.આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા નગરાળાના
પ્રોગ્રામ ઓફિસર ફુલસિંગભાઈ પારગી,જસવંત કોરાલી, સુભાષભાઈ ચૌહાણ, રાજેશભાઈ રાઠોડ હાજર રહી આ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને NSS ની સેવાઓ વિશે માહિતી આપી NSS ના સ્વયંસેવકોને માહિતગાર કર્યા હતા. NSS ના સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પ્લાસ્ટિક મુક્ત ભારત, વ્યસનમુક્તિ, સ્ત્રીભૃંહત્યા, આત્મહત્યા નિવારણ જેવા વિષયો પર નાટક બતાવવામાં આવ્યા હતા અંતે રાષ્ટ્રગાન થી પ્રોગ્રામ નું સમાપન કરવામાં આવ્યું હતું.