
ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓના મોત…
દાહોદ તા.23
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઝાડ નીચે બાંધેલા બે મૂંગા પશુઓ પર આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકાળાટ અને ગરમી બાદ આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના રહેવાસી વેસ્તાભાઈ મેઘાભાઈ ગણાવાના ઝાડ નીચે બાંધેલા બે બળદો ઉપર આકાશી વીજળી પડતા બન્ને બળદોના મોત નીપજતા તલાટી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે.