Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે…

September 18, 2023
        1259
દાહોદ જિલ્લામાં આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં આવતીથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે…

દાહોદ જિલ્લામાં ઠેર-ઠેર ગણેશ મંડળો દ્વારા પંડાલ સજાવ્યા: વિઘ્નહર્તાની અવનવી ઝાખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે..

વિઘ્નહર્તાને આવકારવા દાહોદ શહેર જિલ્લામાં થનગનાટ, ઘરે-ઘરે શ્રીજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરી પૂજન કરાશે..

દાહોદ તા.19

 

દાહોદ જિલ્લામાં આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે...

દાહોદ જિલ્લામાં આજે ગણેશ ચતુર્થી હોવાથી દાહોદ શહેર જિલ્લાભરમાં ગણેશ પંડાલો તેમજ ઘરે-ઘરે શ્રીજી ની પ્રતિમા ને પ્રસ્થાપિત કરવામાં આવશે વિઘ્નહર્તા દસ દિવસ સુધી આતીથય માણ્યા બાદ અનંત ચૌદશના દિવસે વિસર્જિત કરવામાં આવશે. આમ તો દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં આખા વર્ષ દરમિયાન વિઘ્નહર્તા દૂંદાળા દેવની આતુરતાની

દાહોદ જિલ્લામાં આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે...

સાથે રાહ જોવાતી હોય છે. ગણેશ ચતુર્થી ના એક મહિના પહેલાથી જ શહેરના વિવિધ મંડળો દ્વારા પોતપોતાની રીતે પંડાલો સજાવવાની કામગીરીમાં પૂરજોશ જોતરાઈ જાય છે.અને એક થી એક ચડિયાતી આકર્ષિત વિઘ્નહર્તાની વિશાળકાય મૂર્તિઓ પંડાલમાં શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર પ્રસ્થાપિત કરી 10 10 દિવસ સુધી ભક્તિ ભાવથી પ્રથમ પૂજનીય ગણપતિ ગજાનંદ મહારાજની પૂર્ણ ભક્તિ

દાહોદ જિલ્લામાં આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે...

ભાવથી આરાધના કરતા આ દિવસો દરમિયાન દાહોદ શહેર સહિત જીલ્લો ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જાય છે. આ વર્ષે પણ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય ગણેશ મંડળો દ્વારા વિશાળકાય ભગવાન મૂર્તિઓનો પહેલેથી જ ડીજેના તાલે નાચતા ગાતા ઝૂમતા લઈ આવતા દાહોદ શહેરમાં ગણેશ ચતુર્થી ના પહેલા જ વિઘ્નહર્તાના આગમન થઈ ચૂક્યા છે.ત્યારે હવે ગણેશ ચતુર્થીના દિવસે પ્રથમ પૂજનીય ગણપતિ ગજાનન મહારાજની સંપૂર્ણ વિધિ વિધાન તેમજ શાસ્ત્રોકત વિધિ અનુસાર પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાપિત કરવામાં આવશે. તો સાથે સાથે દાહોદ શહેર ઉપરાંત તમામ તાલુકા મથકોમાં ઘરે ઘરે સંપૂર્ણ ભક્તિ ભાવ સાથે શ્રીજીની પ્રતિમાને

દાહોદ જિલ્લામાં આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ,દુદાળા દેવ દસ દિવસ આતિથ્ય માણશે...

 

બિરાજીત કરવામાં આવશે. જેના પગલે સમગ્ર દાહોદ ગણેશમય બની જશે તેમાં કોઈ બેમત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દૂંદાળા દેવનું જન્મ ભાદરવા ચતુર્થીના દિવસે બીજા પ્રહરમાં થયો હતો. તે દિવસે સ્વાતિ નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત હતું.જોકે આ વખતે આવો જ સંયોગ 19મી સપ્ટેમ્બરે બની રહ્યો છે. આ તિથિઓ, સમય અને નક્ષત્રોના સંયોગમાં મધ્યાહ્ન સમયે જ્યારે સૂર્ય સીધા માથાની ઉપર હોય છે, ત્યારે દેવી પાર્વતીએ ગણપતિની મૂર્તિ બનાવી હતી અને ભગવાન શિવે તેમાં પોતાનો પ્રાણ અર્પણ કર્યો હતો.

આ વખતે ગણેશ સ્થાપના પર મંગળવારનો સંયોગ છે. વિદ્વાનોનું કહેવું છે કે આ યોગમાં ગણપતિના વિઘ્નેશ્વર સ્વરૂપની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. ગણેશની સ્થાપના પર શશ, ગજકેસરી, અમલા અને પરાક્રમ નામના રાજયોગ મળીને ચાતુર્મહાયોગની રચના કરે છે.આ દિવસે સ્થાપનાની સાથે પૂજા માટે દિવસમાં માત્ર બે જ શુભ મુહૂર્ત રહેશે. હકીકતમાં ભગવાન ગણેશની સ્થાપના અને પૂજા બપોરે જ કરવી જોઈએ. જો તમને સમય ન મળતો હોય તો કોઈપણ શુભ મુહૂર્ત કે ચોઘડિયા મુહૂર્તમાં પણ ગણપતિ સ્થાપના કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!