બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ..
પર્યાવરણ દિવસ નિમિત્તે શાળામાં સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા તથા ટેસ્ટ યોજાયા…
40 જેટલા બાળકો તેમજ શિક્ષકોએ વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લીધા..
સુખસર,તા.5
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં સત્રના પ્રથમ દિવસે એટલે કે પાંચમી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આચાર્ય દ્વારા પાંચમી જૂન ક્યારથી ઉજવવામાં આવે છે,કેમ ઉજવવામાં આવે છે,તેનું શું મહત્વ છે અને તેમાં આપણુ શું યોગદાન હોઈ શકે જેવી માહિતી આપવામાં આવી હતી.સાથે પાંચમી જૂનની સૌપ્રથમ ઉજવણીમાં સ્વીડનમાં 1973 માં કરવામાં આવી હતી. જેમાં ૧૧૯ દેશોએ ભાગ લીધો હતો. સાથે 45 મી ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી હતી.જેનો થીમ હતી. પ્લાસ્ટિક પ્રદુષણ નાથો સાથે બાળકોમાં અત્યારથી જ પર્યાવરણ વિશે જાગૃતતા આવે તેને જાળવણી કરતા થાય એ માટે પર્યાવરણ વિશે નિબંધ લેખન સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા તથા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.તથા ઉપસ્થિત સૌ બાળકો અને શિક્ષકોએ પોતાની શાળામાં ફરજિયાત એક વૃક્ષ વાવીને ઉછેર કરવાનો અને પોતાના ઘરે પણ એક વૃક્ષ વાવીને ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.