દિલ્હી-મુંબઈ કોરીડોરમાં ખેડુતોના નિકાલ માટે તાલુકા કક્ષાએ સમિતિ રચાઈ : પાંચ દિવસમાં ૧૪ ગામોમાં સમિતિ ગ્રામસભા યોજશે.! ખેડુતોની રજુઆતો અને પ્રશ્નોનો અહેવાલ જિલ્લા કક્ષાની સમિતિને મોકલવા નિર્દેશ કરાયા

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દિલ્હી-મુંબઈ કોરીડોરમાં ખેડુતોના નિકાલ માટે તાલુકા કક્ષાએ સમિતિ રચાઈ : પાંચ દિવસમાં ૧૪ ગામોમાં સમિતિ ગ્રામસભા યોજશે.!

ખેડુતોની રજુઆતો અને પ્રશ્નોનો અહેવાલ જિલ્લા કક્ષાની સમિતિને મોકલવા નિર્દેશ કરાયા

દાહોદ તા.૨૦

 

દિલ્હી-મુંબઈ કોરીડોરમાં છેલ્લા ઘણા સમયથી ખેડુતો પોતાની મુળભુત માંગોને લઈ વિવિધ કક્ષાએ રજુઆતો તેમજ વિરોધ પ્રદર્શીત કરી રહ્યાં છે. ખાસ કરીને કોરીડોરના નિર્માણ બાદ ચોમાસા દરમ્યાન ખેતરો તેમજ ઘરોમાં પાણી ભરાઈ જવાના પ્રશ્ને ખેડુતોનો જીવન નિર્વાણ મુશ્કેલ બન્યો છે. જેના પગલે ૧૪ ગામના અસગ્રસ્ત ખેડુતો વારંવાર રજુઆતો કરી રહ્યાં હતાં. જેને લઈને હવે વહીવટી તંત્ર દ્વારા પણ ઉપરોક્ત ગામોના અસરગ્રસ્ત લોકોની મુશ્કેલીનો અંત આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત દિલ્હી-મુંબઈ કોરીડોર નેશનલ હાઈવે ૧૪૮ એન અંતર્ગત ખેડુતોની જમીન સંપાદન થતાં તેઓને પડતી મુશ્કેલી અંગે તાલુકા કક્ષાએથી સર્વે કરી સત્વરે નિરાકરણ લાવી શકાય તે માટે વહીવટી તંત્રના અધિકારીઓએ તાલુકા કક્ષાની સમિતિ રચવામાં આવી છે. જેથી તાલુકા કક્ષા સમિતિએ તારીખ ૨૦.૦૮.૨૦૨૬થી તારીખ ૦૨.૦૯.૨૦૨૬ દરમ્યાન ઉપરોક્ત ૧૪ ગામોમાં સિડ્યુલ મુજબ ગ્રામસભા યોજશે. આ ગ્રામસભામાં ગામના લોકોના પ્રશ્નો, રજુઆતો સાંભળી રજુઆતાનું નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ અહેવાલ રજુ કરવા નિર્દેશ આપવામાં આવ્યાં છે એટલે હવે આજે ચાટકા અને છાયણ ગામમાં ગ્રામસભા યોજાઈ હતી. આવતીકાલે ગુલતોરા, ટાઢાગોળા તેમજ દાતીયા ગામે ૨૫ તારીખે ધારાડુંગર, પાવડી તેમજ વસ્તી ગામે ૧ સપ્ટેમ્બરે ડગેરીયા, મોટીહાંડી તેમજ બિલવાળી ગામે તેમજ ૨ સપ્ટેમ્બરના રોજ આંબા, સુથારવાસા તેમજ મુણધા ગામે ગ્રામસભા યોજવામાં આવશે જેમાં અસરગ્રસ્ત ખેડુતોને પડતી મુશ્કેલીઓ અંગેનો ચિતાર મેળવી જિલ્લા કક્ષાએ કાયમી નિકાલ કરવા માટે અહેવાલ મોકલી દેવામાં આવશે.

Share This Article