દાહોદમાં કોરીડોર, એરપોર્ટ તેમજ જીઆઈડીસી પ્રોજેક્ટ માટે ત્રણ અધિકારીઓની નિમણુંક કરાઈ. સમયસર પુર્ણ કરવા તેમજ ગ્રામજનો સાથે સંકલન રાખી કામ કરવા નિર્દેશ અપાયા.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં કોરીડોર, એરપોર્ટ તેમજ જીઆઈડીસી પ્રોજેક્ટ માટે ત્રણ અધિકારીઓની નિમણુંક કરાઈ.

સમયસર પુર્ણ કરવા તેમજ ગ્રામજનો સાથે સંકલન રાખી કામ કરવા નિર્દેશ અપાયા.!

દાહોદ તા.૨૦

દાહોદમાં દિલ્હી-મુંબઈ કોરીડોરી, જીઆઈડીસી તેમજ એરપોર્ટના પ્રોજેક્ટ મામલે ગુરૂ ગોવિંદ લીમડી તાલુકાના ૧૪ ગામોના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાંવવામાં આવ્યો હતો. ખેડુતોના જણાવ્યાં અનુસાર, સરકાર તેમની જમીનો આ પ્રોજેક્ટમાં અધિગ્રહણ કરી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, આ તમામ કામગીરી સરકારી પડતર જમીનમાં કરવામાં આવી રહી છે. આમ બંન્ને પક્ષે વિવાદ સર્જાયો હતો. ખાસ કરીને દિલ્હી-મુંબઈ કોરીડોરમાં અસરગ્રસ્ત ખેડુતો જેમને મુળભુત સુવિધાઓ ના મળી હતી. અથવા તો કોરીડોરના નિર્માણ થયા બાદ પણ તેમની મુળભુત માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી જેને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે વિરોધ ચાલી રહ્યો હતો. આ મામલે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી તારીખ ૧૮.૦૮.૨૦૨૬ના યોજાયેલ મીટીંગ બાદ ઉપરોક્ત ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના ૧૪ ગામોમાં કોરીડોર, એરપોર્ટ, જીઆઈડીસી પ્રોજેક્ટમાં સમયસર કામગીરી કરવા તેમજ સંબંધિત ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રોજેક્ટમાં સમાવેશ થતી જમીનોની સ્થળ સ્થિતીની ખાતરી કર્યા બાદ જમીનના ફોટોગ્રાફ તેમજ તે અંગેની કાર્યવાહી અંગેની નોંધ કરવાની કામગીરી અર્થે ઝાલોદ એસડીએમ દ્વારા ફતેપુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એસ.એમ. ચૌધરી, સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જે.એમ. મછાર તેમજ ઝાલોદ મામલતદાર કચેરીના ક્લાર્ક વાય.ડી. ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે. હવે આ ઉપરોક્ત ત્રણેય પ્રોજેક્ટમાં કામગીરી પુરી ન થાય તે માટે ઉપરોક્ત ત્રણેય કર્મચારીઓને સમયમર્યાદામાં ગ્રામજનાનો તેમજ વહીવટી તંત્ર વચ્ચે સંકલન રાખી કામગીરી પુર્ણ કરવા માટે નિમણુંક કરવામાં આવી છે.

Share This Article