Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ તા.૩૦મે થી ૩૦જુન સુધી

May 29, 2023
        445
દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ તા.૩૦મે થી ૩૦જુન સુધી

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ તા.૩૦મે થી ૩૦જુન સુધી

દાહોદ તા. ૨૯

૩૦ મે,૨૦૨૩ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર અને ૯ વર્ષ પુર્ણ કરી રહી છે.આ પ્રસંગે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા,મંડળ,શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવશે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે.

 માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબ,શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત છે.જ્યારે દેશનું ગૌરવ વિશ્વ કક્ષાએ સતત વધી રહ્યુ છે,તે સમયે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રાથમિકતાના આધારે પ્રસ્થાપિત થતો આપણે સૌ જોઈ રહ્યા છીએ,આધારભુત માળખાને મજબુત કરીને નવા ભારતના સ્વપનને સાકાર કરી રહ્યા છે.

 

આ અભિયાન અંતર્ગત આખા દેશમાં વ્યાપક જનસંપર્ક,લાભાર્થી સંપર્ક,સમાજના વિવિધ વર્ગો સાથે સંપર્ક,વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક,વગેરે જેવા લોકસભા,વિધાનસભા અને બુથ સ્તરના કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે,જેના માધ્યમથી ‘મોદી સરકાર’ની નીતિઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોચાડવામાં આવશે જે અભિયાન અંતર્ગત તારીખ ૧ જુન થી ૮ જુન દરેક વિધાનસભા મત વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિઓ/ વિશિષ્ટ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે,

૧ જુન થી ૨૦ જૂન વિકાસ તીર્થ જે વિસ્તારોમાં વિકાસ કાર્ય થઈ રહ્યા અને થઈ ગયા છે તે સ્થાનોની મુલાકાત થશે અને પ્રજા સાથે સંવાદ થશે, ૧૦ જુન થી ૧૧ જુન વેપારી સંમેલન, ૧૫ જુન વિશાળ જાહેરસભા,

૧૬ જુન પ્રબુધ્ધ સંમેલન,૧૮ જુનસંયુક્ત મોરચા સંમેલન,૧૯ જુન થી ૨૨ જુન લાભાર્થી સંમેલન, જુન ૨૧યોગ દિવસ, ૨૩ જુન વડાપ્રધાન સાથે VC , ૨૩ જુન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે વિસી વરિષ્ઠ કાર્યકર્તાઓની સાથે ભોજન તથા વાર્તાલાપ ઘર ઘર સંપર્ક ,૨૫ જુન,રવિવાર મન કી બાત તેમજ આપાતકાલિન દિનના કાર્યક્રમ બાદ ૬ દિવસીય ઘર ઘર જનસંપર્ક કાર્યક્રમનો પ્રારંભ થશે. આ કાર્યક્રમ થકી લોકોને સરકારનું માત્ર ઉપલબ્ધિઓ નહિ પરંતુ યોજનાઓ ને લોકો સુધી પહોચાડવાનો હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!