જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજીનો નિકાલ..
સંતરામપુર તાલુકાના કોઠીના મુવાડા ગામે બે વર્ષથી બંધ કરાયેલો રસ્તો તંત્ર દ્વારા ખુલ્લું કરવામાં આવ્યો…
સંતરામપુરન તા. ૨૯
સંતરામપુર તાલુકાના કોઠીના મુવાડા ગામે મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પગી ગલાભાઈ વાઘાભાઈ રસ્તો ખુલ્લો કરવા માટે અરજી કરવામાં આવેલી હતી આ અરજીને ધ્યાનમાં રાખીને સંતરામપુર મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સ્થળ ઉપર જઈને આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો જેમાં જૂનો સર્વે નંબર 83 અને 94 ની વચ્ચેથી પસાર થતો રસ્તો શંકરભાઈ કુબેરભાઈ પગી અને કુલ 12 ઈસમો ભેગા મળીને આ રસ્તા ને બંધ કરી દીધેલો હતો આ રસ્તો બંધ કરવાથી સૌ ઉપરાંત લોકોને જવા માટે હાલાકી ભોગવવી પડતી હતી બે વર્ષ સુધી આ લોકો પગદંડી 1 km ચાલીને જતા હતા ચોમાસા દરમિયાનમાં અને અન્ય કામગીરી માટે સામાન લાવવા માટે માથે ઊંચકીને અને ચાર વ્યક્તિ ભેગા મળીને ઘર સુધી લાવવા માટેની મુશ્કેલી વીંટવી પડતી હતી ઉનાળા દરમિયાનમાં પશુઓને ઘાસ ખવડાવવા માટે રોજ પગદંડી 1 km ચાલીને ખેતરમાંથી ઘાસ માથે મૂકીને રોજ લાવવું પડતું હોય તો ચાલીને આવી ગંભીર પરિસ્થિતિ એ સર્જાયેલી હતી. આ રસ્તા ઉપર વર્ષો પહેલા નાણા પણ નાખવામાં આવેલા હત નરેગા હિરલ કામગીરી પણ કરવામાં આવેલી હતી પરંતુ સામા વાળાની દાદાગીરી અને મનમાનીથી રસ્તો ખોદીને જાડી જાખરા નાખી બંધ કરી દેવામાં આવેલો હતો પરંતુ સ્વાગત ની અંદર તેમનો નિકાલ આવતા જ તાત્કાલિક સ્થળ ઉપર રસ્તો ખુલ્લો કરાવીને jcb કરીને દ્વારા ખાડો પૂરી રસ્તો કરી દેવામાં આવ્યો અને ખુલ્લો કરાયો હાલમાં ફોરવીલ ગાડી પણ જાય તેવો રસ્તો કરી આપેલો હતો છેલ્લા બે વર્ષથી અમને જે તકલીફ પડેલી છે અને સ્વાગત ની અંદર અરજીના આધારે સરકાર અને સરકારી તંત્ર હું તેમનો આભાર વ્યક્ત કરું છું પરંતુ સામા વાળા હજુ પણ રસ્તો ખુલ્લો કર્યા પછી અડચણરૂપ ઊભા કરે છે અને રસ્તા ઉપર અત્યારે સુઈ જાય છે તેવું પગી ગલાભાઈ વાઘાભાઈ જણાવેલું હતું..