રાજસ્થાનના ભીલકુવા નજીક અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્તોમાંથી એક મહિલાનું ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત..
રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ઓરવાડા ખાતે ઝાલોદ તાલુકાના લીમડીના પરિવારને નડ્યો અકસ્માત…
દાહોદ તા.01
દાહોદ જિલ્લાના લીમડી ગામના એક પરિવારના ત્રણ સભ્યો રાજસ્થાનના ઓરવાડા ખાતે કોઈ કામ અર્થે ગયા હતા અને ત્યાંથી કામ પતાવી સાંજના સમયે તેઓ પરત લીમડી ગામ ખાતે આવી રહ્યા હતા તેવા સમયે ભીલકુવા નજીક વળાંકમાં તેમની સેન્ટ્રો કાર ઉભી હતી અને તે સમયે પાછળથી આવતી ઇકો ફોરવીલર ગાડીએ પાછળથી ધડાકા ભેર ટક્કર મારતા સેન્ટ્રો ગાડીમાં લીમડી ગામના સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાજેશ્વરીબેન રાજુભાઈ રાજપૂત, નામની મહિલાનું તારીખ 1 મે ના રોજ મોત નીપજતા ઝાયડસ હોસ્પિટલ ખાતેથી પરીવાર જનોને ડેટબોડીનું પીએમ કરી અને સોંપવામાં આવી હતી..