
રાજસ્થાનના કુશલગઢ ખાતેની 35 વર્ષીય પરિણીત મહિલાની લાશ ઝાલોદ નજીક માછલનાળા ડેમમાંથી મળી આવતા ચકચાર..
ઝાલોદ તા.01
ઝાલોદ તાલુકાના લીમડી પાસે આવેલા માછળનાળા ડેમમાંથી એક 35 વર્ષીય પરણિત મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જોકે ઘટનાની જાણ વાયુવેગે લીમડી સહિત આસપાસના વિસ્તારમાં થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પોલીસ એ ઘટના સ્થળે પહોંચી મહિલાને લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી છે અને આ બનાવ સંદર્ભે તપાસનો ધમધમાટ નો આરંભ કર્યો છે..
દાહોદ તાલુકાના વણભોરી ગામના મૂળ નિવાસી અને ઝાલોદ તાલુકાના કારઠ ગામની રહેવાસી અને રાજસ્થાનના કુશલગઢ ખાતે પરણાવેલી 35 વર્ષીય પરણીત મહિલાનો મૃતદેહ ઝાલોદ નજીક માછલ નાળા ડેમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાની જાણ લીમડી મથકના પી.એસ.આઇ.એમ.એફ ડામોરને થતા તેઓ પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ઝાલોદ ફાયરના જવાનો તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જોકે આ બનાવની જાણ વાયુવેગે લીમડી સહિત પંથકમાં પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. જોકે લીમડી પોલીસે લોકોના ટોળાને વેરવિખેર કરી મરણ જનાર પરણિત મહિલાના મૃતદેહનો કબજો મેળવી લાશને પીએમ માટે લીમડી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી. અને આ કુશલગઢ ખાતે પરણાવેલી મહિલા કેવી રીતે માછલનાળા ડેમમાં પહોંચી તે અંગે તપાસમાં જોતરાઈ હતી. ત્યારે મરણ જનાર આ મહિલાએ માછળનાળા ડેમમાં કૂદકો મારી આત્મહત્યા કરી છે કે કોઈકે અને મારીને ફેંકી દીધી છે. આ તમામ સવાલો લીમડી નગર સહિત આસપાસના વિસ્તારોમાંથી ઊઠવા પામે છે ત્યારે મહિલાએ આત્મહત્યા કરી છે કે બીજું કઈ આ તમામ બાબતો મહિલાની ઓળખ થતી થયા બાદ જ પોલીસ તપાસમાં બહાર આવશે. તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે..