Monday, 09/09/2024
Dark Mode

દાહોદમાં મુખ્ય ચૂંટણી અધિકારીની ઉપસ્થતિમાં વિધાનસભા બેઠકો પર EVM મશીનોની ફાળવણી કરાઈ..

November 9, 2022
        1144
દાહોદમાં મુખ્ય ચૂંટણી અધિકારીની ઉપસ્થતિમાં વિધાનસભા બેઠકો પર EVM મશીનોની ફાળવણી કરાઈ..

સુમિત વણઝારા,દાહોદ 

 

 

દાહોદમાં મુખ્ય ચૂંટણી અધિકારીની ઉપસ્થતિમાં વિધાનસભા બેઠકો પર EVM મશીનોની ફાળવણી કરાઈ..

 

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો માંડ રહ્યા છે. ત્યારે દાહોદના જિલ્લા સેવા સદન ખાતેના સ્ટ્રોમ રૂમથી મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા EVM મશીન ફાળવણી કરવામાં આવી હતી.જે જુદી-જુદી વિધાનસભામાં મોકલાવવામાં આવશે અને ત્યારબાદ મતદાન સમયે મતદાન મથક સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવશે.

 

 

 

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચૂંટણીને હવે ગણતરીના દિવસો માંડ રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંગેનો આખરી ઓપ આપવાની તૈયારીઓ માં જોતરાયા છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પર આગામી પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા દાહોદ જિલ્લાની છ વિધાનસભામાં EVM મશીનની ફાળવણી કરવામાં આવી હતી.દાહોદ જિલ્લાના દાહોદ,ઝાલોદ. ફતેપુરા દે.બારીયા,ગરબાડા, લીમખેડા વિધાનસભામાં EVM મશીન દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ EVM & VVPAT વેરહાઉસ ખાતેથી દાહોદ મામલતદારની ઉપસ્થિતીમાં તમામ વિધાનસભામાં EVM મશીનને પહોચાડવાની કામગીરી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે જેમાં પૂરતું પોલીસ બંદોબસ્ત વચ્ચે આં તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.આં પ્રક્રિયામા તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતીમાં EVM મશીન અને VVPAT મશીનને એમના વિધાનસભાના સ્ટોગ રૂમમાં રાજકીય પાર્ટીઓની હાજરી અંદર મશીનોને સિલ કરવામાં આવશે તેમજ કોઈ ચૂક ન થાય એની પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!