કલપેશ શાહ, સિંગવડ
સિંગવડ થી પીપલોદ જતા ડામર રસ્તાને પહોળો કરવા માટે સરકારી તંત્ર નિષ્ફળ ગયું….
સિંગવડ થી પીપલોદ જતા પાકા ડામર રસ્તાને પહોળો કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારી તંત્ર તથા સ્થાનિક નેતાના પેટના પાણી હલતા નથી તેમ લાગી રહ્યું છે જ્યારે આ સિંગવડ થી પીપલોદ જવા નો રસ્તો 19 km નો થાય છે તેને બન્યાને 8 થી 9 વર્ષ જેવા થવા આવ્યા છતાં આ રસ્તાને પહોળો કરીને નવો બનાવવામાં નથી આવતો જ્યારે આ રસ્તા ઉપર ઘણા મોટા ખાડા પણ પડી ગયેલા હોય તેને પૂરીને તેને રીપેરીંગ કરવામાં આવે છે પરંતુ આ ડામર રસ્તાને પહોળો કરીને નવો નહીં બનાવવામાં આવતા આવતા જતા વાહન ચાલકોને એક્સિડન્ટ થવાનો ભય રહે છે જ્યારે આ રસ્તા ઉપર ઘણા એકસીડન્ટો થયા છે અને મૃત્યુ પણ થયા છતાં આ રસ્તાને પોળો કરવા માટે કોઈપણ ની આંખો ખુલતી નથી તેમ લાગી રહ્યું છે જ્યારે સિંગવડ થી પીપલોદના રસ્તા ઉપર વાહન વ્યવહાર પહેલા કરતા ઘણો વધી જતા આ રસ્તા ઉપર એકસીડન્ટનો ભય પણ વધારે રહેતો હોય છે જ્યારે આ રસ્તા ઉપર રાત મધરાતે આવતા જતા વાહન ચાલકોને રસ્તો સાંકડો હોવાના લીધે સામે કાંઈ આવી જતા મોટો એક્સિડન્ટ થાય તેમ છે જ્યારે શેરી રસ્તાઓ બનાવવામાં આવે છે તો પછી આ સિંગવડ થી પીપલોદ તરફ ના રસ્તા માટે પણ સ્થાનિક નેતાઓ તથા સરકારી તંત્ર દ્વારા ધ્યાને રાખીને તેને પણ પહોળો કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે જ્યારે પાણીયા થી બાંડીબારના રસ્તાને પહોળો કરવામાં આવે છે તો પછી આ પીપલોદ થી સિંગવડ ના રસ્તાને પહોળો કરવા માટે કોઈ ધ્યાને કેમ લેતું નથી તે એક ચર્ચાનો વિષય છે શું આ રસ્તા ઉપર કોઈ મોટું એકસીડન્ટ થાય એની રાહ દેખાઈ રહી છે કે પછી કોઈ મોટો બનાવ બને તેની રાહ દેખાઈ રહી છે તે લોકોના મુખે ચર્ચાનો વિષય છે..