Friday, 26/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના કતવારા નજીક હાઇવે પર પગપાળા ગરબા જોવા જતા પિતા-પુત્ર ને ઇકો ગાડીએ અડફેટે લેતા પ્રાણ પખેરૂ ઉડ્યા…

October 3, 2022
        424

દાહોદ તા.03

દાહોદ તાલુકાના કતવારા નજીક હાઇવે ઉપર પગપાળા ગરબા જોવા જતા પિતા-પુત્રનું અજાણ્યો ઇકો ગાડીનો ચાલક મોત નીપજાવી ફરાર થતા કતવારા પોલીસે ગુનો દાખલ કર્યોછે.

 દાહોદ જિલ્લાના કતવારા ગામના ભીટોડી સરપંચ ફળિયામાં રહેતા જીનું શીશકા ડામોર અને તેનો પુત્ર પવન કુમાર જીનુ ડામોર ચામુંડા માતાના મંદિરે રાત્રિના સમયે ગરબા જોવા માટે જઈ રહ્યા હતા તેવા સમયે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ઇન્દોર તરફથી આવી રહેલો સફેદ ઈકો ગાડીનો અજાણ્યા ચાલકે દાદા અને પુત્રને અડફેટે લેતા દાદાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે તેમનો પુત્ર પવન કુમાર અરવિંદ કુમાર ડામોરને પણ અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પરીવાર જનો દ્રારા કતવારા દવાખાને લઈ ગયા હતા વધુ ગંભીર જણાતા ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે લવાયો હતો ત્યારબાદ વડોદરા SSG હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજતા આ મામલે ઇકો ગાડીના ચાલક સામે કતવારા પોલીસે અજાણ્યા ઇકો ગાડીના ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!