více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દે.બારીયા તાલુકાના દેવીરામપુરા ગામે વાસનાના ભૂખ્યા નરાધમે 17 વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ કરી દુષ્કર્મ આચર્યું 

Editor Dahod Live
1 Min Read

દે.બારીયા તાલુકાના દેવીરામપુરા ગામે વાસનાના ભૂખ્યા નરાધમે 17 વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ કરી દુષ્કર્મ આચર્યું 

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દેવીરામપુરા ગામે એક ઈસમે એક ૧૭ વર્ષીય સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ દુષ્કર્મ આચરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ગત તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા સાંજના સમયે પોતાના ઘરમાં સુતી હતી તે સમયે દેવગઢ બારીઆ તાલુકાના દેવીરામપુરા ગામે રહેતો રવિભાઈ ખુમાનભાઈ રાઠવા સગીરાના ઘરે આવ્યો હતો અને સગીરા સુતી હતી તેને જગાડી, હું તને પત્નિ તરીકે રાખવા રાખવા માંગુ છું, તું મારી સાથે ચાલ, તેમ જણાવતાં સગીરાએ જવાની ના પાડી તો તને માર મારી, મારી નાંખવાની ધમકીઓ આપી રવિભાઈએ સગીરાનું અપહરણ કરી લઈ દેવીરામપુરા ઘરની બહાર લાવ્યો હતો અને સગીરાનું અપહરણ કરી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————————————–

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard