ગરબાડાના ખારવા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત:બે યુવકો ગંભીર રીતે ઘાયલ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના ખારવા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત:બે યુવકો ગંભીર રીતે ઘાયલ

ગરબાડા, ૧૬

 

ગરબાડા-દાહોદ હાઈવે પર આવેલા ખારવા ગામ નજીક આજે સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલી આ સામસામે ટક્કરમાં બાઈક પર સવાર ત્રણ પૈકી બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

 

 

મળતી માહિતી મુજબ આજરોજ સાંજે એક મોટરસાયકલ પર ત્રણ ઈસમો સવાર થઈને દાહોદથી ગરબાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગરબાડાથી દાહોદ તરફ આવી રહેલી એક કાર સાથે ખારવા ગામ પાસે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. જેમાં ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.૧૦૮ ના પાયલોટના જણાવ્યા અનુસાર, ઘાયલો પૈકી એક યુવકની હાલત અત્યંત નાજુક છે. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Share This Article