Friday, 18/10/2024
Dark Mode

દે.બારીયા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓ મોતને ભેટ્યા.. .

March 16, 2022
        833
દે.બારીયા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓ મોતને ભેટ્યા.. .

રાજેશ વસાવે :- દાહોદ

દેવગઢ બારીયા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓ મોતને ભેટ્યા..

દાહોદ તા.16

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં વાહન ચાલકોની ગફલતને કારણે બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજયાનું જાણવા મળે છે.દે.બારીયા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓ મોતને ભેટ્યા.. .

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 14મી માર્ચના રોજ એક ઈકો ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાયકલ લઇને પસાર થઇ રહેલ ૨૮ વર્ષીય રાજુભાઈ રમેશભાઈ નાયક રહેવાસી કાલીયા કુવા નિશાળ ફળિયું તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ ને અડફેટમાં લેતા રાજુભાઈ મોટરસાઇકલ પરથી જમીન પર ફંગોળાયા હતા જેને પગલે તેઓને શરીરે તે માટે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ઈકો ફોર વીલર ગાડીના ચાલક અકસ્માત સર્જી નાસી જતા આ સંબંધે કાલીયા કુવા નિશાળ ફળિયા દેવગઢ બારીયા તાલુકામાં રહેતા રમેશ ભાઈ રણછોડભાઈ નાયકએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 11 મી માર્ચના રોજ એક ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોરવિલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાયકલ લઇને પસાર થઇ રહેલ ૨૨ વર્ષીય તરુણકુમાર ભયલાભાઇ પટેલ રહેવાસી મેઘામુવાડી કલાલ ફળિયા તાલુકો દેવગઢ બારીયા જીલ્લો દાહોદને અડફેટમાં લેતાં તરુણકુમાર મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાતા તરુણકુમારને હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યાં તરુણકુમારનું સારવાર દરમિયાન મોત નીપજતાં આ સંબંધે મેઘામુવાડી કલાલ ફળિયા તાલુકો દેવગઢ બારીયા ખાતે રહેતા ચીમનભાઈ દલાભાઈ પટેલે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!