Thursday, 26/12/2024
Dark Mode

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ…. સીંગવડમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કામગીરી જોરશોરમાં: ચતુષ્કોણીય જંગ જામવાના એંધાણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ…. સીંગવડમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કામગીરી જોરશોરમાં: ચતુષ્કોણીય જંગ જામવાના એંધાણ

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં રાજકીય પક્ષો દ્વારા  ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ થતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

સીંગવડ તા.20

                                                             સિંગવડ તાલુકામાં જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકોમાં ચૂંટણીના નામોની યાદી જાહેર થતાની સાથે તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચારમાં જોતરાઈ ગયા છે.જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે.તેમ તેમ બધી જ પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતપોતાના વિસ્તારમાં ખાટલા મીટીંગ તથા જાહેર મિટિંગનો દોર ચાલુ થઈ જવા પામ્યો છે.  જેમાં સમીકરણો રોજ બદલાતા જોવા મળી રહ્યા છે.ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહેતા ઉમેદવારો દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી દીધો છે.સિંગવડ તાલુકામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટીઓ મેદાનમાં આવતા ચતુષ્કોણી જંગ થઈ જતા ઉમેદવારો દ્વારા ચૂંટણી માટે પોતપોતાના વિસ્તારમાં ઉમેદવારોને રીઝવવાનો પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સુડીયા જિલ્લા પંચાયત હાલમાં ભારતીય જનતા પાર્ટી બહાર નીકળી જતા ત્યાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોવાથી ત્યાં પણ ચૂંટણીમાં ઉમેદવારો આમને સામને ની ટક્કર રહેશે તેમ લાગી રહ્યું છે જ્યારે ઉમેદવારો દ્વારા ગામડાઓમાં જાહેર મીટીંગ ભરીને સોશિયલ ડિસ્ટન્સ તથા કોરોના જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

error: Content is protected !!