Sunday, 26/06/2022
Dark Mode

ગરબાડા – દાહોદ હાઇવે બન્યો અકસ્માત ઝોન:હાઇવે પર ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતોના ત્રણ બનાવોમાં 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં

ગરબાડા – દાહોદ હાઇવે બન્યો અકસ્માત ઝોન:હાઇવે પર ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતોના ત્રણ બનાવોમાં 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં

વનરાજ ભુરીયા :- ગરબાડા 

દાહોદ-ગરબાડા હાઇવે પર યમરાજના આટાફેરા, દાહોદ ગરબાડા હાઇવે પર ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં 6 વ્યક્તિઓને ઇજા પહોંચી: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં

ગરબાડા તા.૨૦

ગરબાડા તાલુકાના ખારવા ગામ નજીક એચ.પી પેટ્રોલપંપની સામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક ઉપર સવાર બંને વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સવારના સમયે એક આરોગ્ય કર્મી તેમની જીજે.૦૭.બી.એન.૯૫૮૧ નંબરની કાર લઇને દાહોદથી ગરબાડા તરફ તેમની નોકરી ઉપર આવતા હતા.ત્યારે ખારવા ગામ નજીક એચ.પી. પેટ્રોલ પંપ પાસે આવતા કાર ચાલક ફોન ઉપર વાત કરતા હતા.ત્યારે કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગરબાડા તરફથી સામેથી આવતી મોટર સાયકલને અડફેટે લેતા મોટર સાયકલ ચાલક અને તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિ નીચે રોડ ઉપર પટકાતા આ બંને વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.જોકે આ બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!