Friday, 22/11/2024
Dark Mode

ધાનપુર તાલુકાના ડુમકા ગામે ખાટલામાં નીંદર માણી રહેલી મહિલા પર દીપડાએ કર્યો હુમલો:ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડાઈ

ધાનપુર તાલુકાના ડુમકા ગામે ખાટલામાં નીંદર માણી રહેલી મહિલા પર દીપડાએ કર્યો હુમલો:ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડાઈ

નીલ ડોડીયાર :- દાહોદ 

ધાનપુર તાલુકાના ડુમકા ગામે ખાટલામાં નીંદર માણી રહેલી મહિલા પર દીપડાએ કર્યો હુમલો:ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકના દવાખાના ખાતે ખસેડવામાં આવી,વનવિભાગની ટીમને જાણ કરાઈ 

ધાનપુર તા.07

 ધાનપુર તાલુકાના ડુમકા ગામે ખાટલામાં નીંદર માણી રહેલી મહિલા પર દિપડા અચાનક હુમલો કરતા દીપડાના હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જોકે મહિલાની બૂમો સાંભળી પરિવારના સભ્ય સહીત આસપાસના લોકો દોડી આવતા દીપડો જંગલમાં ભાગી ગયો હતો. જયારે દીપડાના હુમલામાં લોહીલુહાણ થયેલી મહિલાને તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડી હોવાનું જાણવા મળેલ છે

વધુ મળતી માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ડુમકા ગામના સીમાડા ફળીયામાં રહેતા જનતાબેન પસાયા નામની ૪૮ વર્ષીય મહિલા ગતરોજ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં તેમના ઘરની બહાર ખુલ્લા ઢાળીયામાં ઉઘી રહ્યા હતા. અને તેમનો પુત્ર ઘરની અંદર અભ્યાસ કરી રહ્યો હતો.તે સમયે ઘરની બહાર ઢાળીયામાં ઉઘી રહેલી મહિલા ઉપર  દિપડાએ અચાનક તરાપ મારી હુમલો કરી દેતા મહિલાએ બુમાબુમ કરતા તેમનો પુત્ર ઘરની બહાર દોડી આવ્યો હતો અને લાકડીનો મોટો દિપડા પર મારતા મહિલાને છોડીને દિપડો નાસી છૂટ્યો હતો.જયારે દિપડાના હુમલામાં મહિલાને જમણા હાથના ભાગે ઈજાઓ થતા ઈજાગ્રસ્ત મહિલાને ધાનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાની જાણ ધાનપુર વન વિભાગને થતા વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

error: Content is protected !!