Thursday, 25/04/2024
Dark Mode

સુખસરમાં મોટરસાયકલ ચાલકે રાહદારીને અડફેટમાં લેતા પગે ગંભીર ઇજા:અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક ગાડી મૂકી થયો ફરાર.

સુખસરમાં મોટરસાયકલ ચાલકે રાહદારીને અડફેટમાં લેતા પગે ગંભીર ઇજા:અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક ગાડી મૂકી થયો ફરાર.

બાબુ સોલંકી :- સુખસર 

સુખસરમાં મોટરસાયકલ ચાલકે રાહદારીને અડફેટમાં લેતા પગે ગંભીર ઇજા:અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક ગાડી મૂકી થયો ફરાર.

   સુખસર તા.૬

     ફતેપુરા તાલુકાના સુખસરમાં વાહનચાલકો બેફામ બનતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. દિન-પ્રતિદિન વધતા જતા વાહન અકસ્માતો ઘટાડવા વાહનચાલકોની ગતિમર્યાદા ઉપર અંકુર લાવવા તથા સગીર કિશોરો દ્વારા ચલાવાતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખૂબ જ જરૂર જણાઈ રહ્યુ છે.રોજબરોજ વધતા અકસ્માતના બનાવોમાં આજરોજ સુખસરના પ્રજાપતિ ફળિયામાં એક મોટરસાયકલ ચાલકે તેના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી કંથાગરના એક રાહદારીને અડફેટમાં લઈ અકસ્માત કરતા ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ સંતરામપુર રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

      જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના દિલીપભાઈ કે. બારીયા આજરોજ બપોરના બે વાગ્યાના સમાચારમાં ઘર સામાન લેવા માટે સુખસરમાં આવ્યા હતા.અને જેઓ પ્રજાપતિ ફળિયાથી આસપુર ચોકડી બાજુ જઈ રહ્યા હતા. તેવા સમયે મોટરસાયકલ નંબર જીજે-૨૦.એએન ૪૦૨૫.ના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી દિલીપભાઈને અડફેટે લઇ અકસ્માત કરતા ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે મોટરસાયકલ ચાલક બનાવના સ્થળે મોટરસાઈકલ મૂકી ફરાર થઈ ગયો હતો. મોટરસાયકલ સુખસર પોલીસે કબજે લીધી છે.જ્યારે ઇજાગ્રસ્ત દિલીપભાઈને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સંતરામપુર રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!