Friday, 27/12/2024
Dark Mode

દે. બારીયા મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દે. બારીયા મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દેવગઢ બારીઆ સ્વર્ણિમ હોલ ખાતે covid -19 ને ધ્યાને રાખી સોસીયલ ડિસ્ટન્સ સાથે મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દે. બારીયા તા.12

 દેવગઢ બારીઆ સ્વર્ણિમ હોલ ખાતે દેવગઢ બારીઆ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન નાથાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકા સભ્યશ્રી ઇકબાલભાઈ પટેલ અને શબાનાબેન પણ હાજર રહેલ હતા.અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીમીટેડ ગાંધીનગરના ફિલ્ડ ઓફીસરશ્રી ટી.એચ સંગાડા સાહેબ અને ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થા અમદાવાદ ના સંકલક વિનોદભાઈ પ્રજાપતિ અને ગીતાબેન હાજર રહીયા અને મહિલા ઉદ્યોગ સાહસિતા અંગે વિસ્તૃત માહિતી આપી ત્યાર બાદ બહેનો સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ કાર્યક્રમ માં હાજર રહેલ 75 થી 80 બહેનો હાજર રહી તે પૈકી 35-40 બહેનોએ આવનારા જાન્યુઆરી -2021 માં મહિલા ઉદ્યોગ સાહસિકતા મહિલા વિકાશ તાલીમ માં જોડાવા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી..આમ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન દેવગઢ બારીઆ શહેરી આજીવિકા કેન્દ્રના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ રાઠોડ અને મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવા દ્વારા કરવામાં આવ્યું..

error: Content is protected !!