Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ:અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સબજેલમાં સજા ભોગવતા પી.એસ.આઈ પાસેથી મોબાઈલ તેમજ સીમકાર્ડ મળી આવતા ખળભળાટ:જેલમાંથી મોબાઈલ પર પીડિત યુવતીને મસેજ તેમજ ફોન કરી ધાકધમકી બાબતે પોલીસમાં રજુઆત કરાતાં ભાંડો ફૂટ્યો:પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

દાહોદ:અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સબજેલમાં સજા ભોગવતા પી.એસ.આઈ પાસેથી મોબાઈલ તેમજ સીમકાર્ડ મળી આવતા ખળભળાટ:જેલમાંથી મોબાઈલ પર પીડિત યુવતીને મસેજ તેમજ ફોન કરી ધાકધમકી બાબતે પોલીસમાં રજુઆત કરાતાં ભાંડો ફૂટ્યો:પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

જીગ્નેશ બારીયા/ દીપેશ દોશી :- દાહોદ 

દાહોદ:અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સબજેલમાં સજા ભોગવતા પી.એસ.આઈ પાસેથી મોબાઈલ તેમજ સીમકાર્ડ મળી આવતા ખળભળાટ:જેલમાંથી મોબાઈલ પર પીડિત યુવતીને મસેજ તેમજ ફોન કરી ધાકધમકી બાબતે પોલીસમાં રજુઆત કરાતાં ભાંડો ફૂટ્યો:પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો,

દાહોદ તા.12

વડોદરા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો અને કેટલાક મહિનાઓ અગાઉ દાહોદ જિલ્લાની એક યુવતીનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં દાહોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો ઉમેશ કુમાર રામસિંગસિંહભાઈ નલવાયા પાસેથી દાહોદની સબજેલમાંથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ આરોપી પાસેથી ઝડપી પાડવામાં આવેલ મોબાઈલ ફોન ઉપરથી એક યુવતીને ફોન તેમજ મેસેજ કરી યુવતીને ધાક-ધમકી તેમજ હેરાન પરેશાન કરતો હતો.તેમજ પોતાના મિત્રોને ફોન કરી સબજેલમાં જમવાનું તેમજ નાસ્તો મંગાવતો હોવાનું પણ બહાર આવતા પોલીસે તેના મિત્રો સહિત ત્રણ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

સબજેલમાં બંધ પીએસઆઇનો ફાઈલ ફોટો 

યુવતી જોડે અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં તત્કાલીન પીએસઆઈ દાહોદ સબજેલમાં બંધ હતો.

હર હંમેશ ચર્ચાના ચકડોળે રહેતી દાહોદની સબ જેલ આજે ફરી એક વખત ચર્ચામાં રહેવા પામી છે. મળતી માહિતી પ્રમાણે કેટલાક મહિનાઓ અગાઉ દાહોદ જિલ્લામાં રહેતી એક યુવતીને વડોદરા પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ બજાવતો ઉમેશકુમાર રામસિંગભાઈ નલવાયા (રહે. આમલી, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ) દ્વારા યુવતીનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધે દાહોદ જિલ્લાની યુવતી દ્વારા દાહોદ પોલીસ મથકે આ સબંધી ઉપરોક્ત વડોદરાના પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આબાદ દાહોદ પોલીસે તેની ધરપકડ કરી દાહોદની સબજેલ ખાતે ધકેલી દીધો હતો.

પીડિત યુવતીને અજાણ્યા મોબાઈલથી વારંવાર ધાકધમકી મળતા પોલીસમાં રજૂઆત કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો 

આ સમગ્ર પ્રકરણમાં અપહરણ તેમજ બળાત્કારના ભોગ બનેલી યુવતીને છેલ્લા કેટલાક દિવસથી મેસેજ તેમજ મોબાઈલ ફોન પર ધાક ધમકી મળતા પીડિત યુવતીએ પોલિસ સમક્ષ કેફિયત રજુ કરતા પોલીસે આ મામલે ઘનિષ્ટ તેમજ તલસ્પર્શી તપાસ હાથ ધરતા સઘળી હકીકત બહાર આવી હતી. જેમાં દાહોદ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ આ ઉમેશકુમાર રામસિંગભાઈ નલવાયા દ્વારા પોતાના મિત્ર પ્રદીપભાઈ લલ્લુભાઈ પીઠાયા (રહે. રાબડાળ,પાર્વતીનગર, દાહોદ) પાસેથી મોબાઈલ મંગાવ્યો હતો.આરોપીના મિત્રે ચોરીછૂપીથી મોબાઈલ ફોન આરોપીને આપ્યો હતો. આબાદ આ આરોપી અથવા ઉમેશ દ્વારા તે મોબાઈલ ફોન પરથી દાહોદ જિલ્લામાં રહેતી એક યુવતીને ફોન કરી તેમજ મેસેજ કરી ડરાવી, ધમકાવતો હતો અને સેલ્ફી મૂકી હેરાન પરેશાન પણ કરતો હતો. આ ઉમેશ દ્વારા તેના એક વધુ મિત્રને જે દાહોદમાં રહે છે તેને પણ ફોન કરી સબજેલમાં જમવાનું તેમજ નાસ્તો મંગાવી જલ્સા કરતા હોવાની સ્ફોટક માહિતી બહાર આવી હતી.

પોલિસે કુનેહપૂર્વક તેમજ ટેક્નિકલ સોર્સથી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો:ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

આ સમગ્ર ઘટનાની જાણ સબ જેલ સત્તાધીશો તેમજ દાહોદ પોલીસને થતા એકશનમાં આવેલી પોલીસે તાત્કાલિક આરોપી ઉમેશની અને તેના બેરેકની તલાશી લેતા મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યું હતું.અને ઉપરોક્ત ઘટના ઉપરથી પર્દાફાશ થયો હતો. દાહોદ શહેર પોલીસ મથકે સમગ્ર મામલામાં ઉપરોક્ત ત્રણે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ બેની પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

error: Content is protected !!