કલ્પેશ શાહ :- સિંગવડ
રણધીપુર પોલીસ દ્વારા આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને કેસરપુર ચોકડી પર ચેકપોસ્ટ ઉભી કરાઇ..
સીંગવડ તા. ૨૬
દાહોદ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર ને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં ચેકપોસ્ટો ગોઠવવામાં આવી જ્યારે 31 ડિસેમ્બરે દારૂની હેરાફેરી વધારે થતી હોવાના લીધે રણધીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ચૌધરી તથા પીએસઆઇ જીબી રાઠવા તથા પોલીસ સ્ટાફ ને સાથે રાખી ગઈકાલે કેસરપુર ગામે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી અને આવતા જતા વાહનોને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું..