Tuesday, 01/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,પંથકના ત્રણ અલગ અલગ જગ્યાએ પડેલી આકાશી વીજળીથી એક બાળક મોતને ભેટ્યો:વરસાદથી બચવા ટ્રેક્ટરની ટ્રોલી નીચે સંતાયેલા 5 મજૂરો દાઝયા,બે પશુઓના મોત

ગરબાડા તાલુકાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,પંથકના ત્રણ અલગ અલગ જગ્યાએ પડેલી આકાશી વીજળીથી એક બાળક મોતને ભેટ્યો:વરસાદથી બચવા ટ્રેક્ટરની ટ્રોલી નીચે સંતાયેલા 5 મજૂરો દાઝયા,બે પશુઓના મોત

 વિપુલ જોષી :- ગરબાડા 

 ગરબાડાના સીમળીયામાં વીજળી પડતા પાંચ લોકો ઘાયલ નઢેલાવમાં એકનું મોત,નવા ફળિયામાં બે બળદના મોત તથા અન્ય એક ઘાયલ, ટ્રેક્ટરમાં ભરેલું ઘાસ પણ સળગી ગયું
વીજળીથી ઈજા પામેલ,તમામને ગરબાડા ના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા
સારવાર બાદ હાલ તમામની તબિયત સુધારા પર

ગરબાડા તાલુકાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,પંથકના ત્રણ અલગ અલગ જગ્યાએ પડેલી આકાશી વીજળીથી એક બાળક મોતને ભેટ્યો:વરસાદથી બચવા ટ્રેક્ટરની ટ્રોલી નીચે સંતાયેલા 5 મજૂરો દાઝયા,બે પશુઓના મોત

ગરબાડા તા.16

ગરબાડા ના સીમલીયાના લીમ ફળિયામાં શુક્રવારના રોજ ઝરીકળસીયા ગામના આશ્રમ ફળિયામાં રહેતા 63 વર્ષીય થાવરિયા ભાઈ મોતિયા ભાઈ માવી તથા છ વર્ષનો રિતેશ રતન સિંહ માવી 60 વર્ષની જોખી બેન થાવરીયા તેમજ નઢેલાવ ગામના તેમના ભાણેજ પ્રકાશ ઉંમર વર્ષ ૧૭ તેમજ વર્ષા ઉંમર વર્ષ ૧૫ નાઓ પણ ટ્રેક્ટરમાં બેસીને ઘાસ લેવા માટે લીમ ફળિયાના હેલીપેડ પાસે આવેલ ખેતરમાંથી ટ્રેક્ટર ની ટ્રોલીમાં ઘાસ ભરી રહ્યા હતા.તેવામાં બપોરના ચાર વાગ્યાની આસપાસ ગરબાડા પંથકમાં ધમાકેદાર ભયંકર વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

ગરબાડા તાલુકાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,પંથકના ત્રણ અલગ અલગ જગ્યાએ પડેલી આકાશી વીજળીથી એક બાળક મોતને ભેટ્યો:વરસાદથી બચવા ટ્રેક્ટરની ટ્રોલી નીચે સંતાયેલા 5 મજૂરો દાઝયા,બે પશુઓના મોતતેવામાં હેલીપેડની પાસે ટ્રેક્ટરમાં ઘાસ ભરતા આ પાંચેય લોકો વરસાદ અને ભયંકર વીજળીના અવાજના કારણે ટ્રેકટરની ટોલી નીચે બેસી ગયા હતા.જેમાં અચાનક વીજળી પડતા ટ્રેકટરની ટોલીમાં ભરેલ ઘાસ સળગી ગયું હતું.જ્યારે ટોલી નીચે બેઠેલ થાવરીયા ભાઈને માથાના ભાગે વર્ષા ને ડાબા હાથના ખભાની ચામડી બળી ગઈ હતી.જ્યારે પ્રકાશને જમણા હાથે ઝટકો લાગ્યો હતો.તેમજ ૬ વર્ષના રીતેશને જમણા હાથની કોણીની ચામડી બળી ગઈ હતી.જ્યારે જોખી બેનને થાપાના ભાગે ની ચામડી બળી હતી.ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.અને પાસે આવેલ સરકારી દવાખાનામાં  તમામને લાવવામાં આવ્યા હતા.વીજળીથી ઈજા પામેલ લોકોને ગરબાડા સરકારી હોસ્પિટલના તબીબ ડોકટર આર.કે મહેતા દ્વારા તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હતી.તેમજ ડોક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ પાંચેય લોકો ની તબિયત સુધારા પર છે.

ગરબાડા પંથકમાં ત્રણ અલગ અલગ જગ્યાએ વીજળી પડતા એક બાળકનું મોત,અન્ય પાંચ વ્યક્તિઓ દાઝયા,બે પશુઓના મોત 

ગરબાડા તાલુકાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,પંથકના ત્રણ અલગ અલગ જગ્યાએ પડેલી આકાશી વીજળીથી એક બાળક મોતને ભેટ્યો:વરસાદથી બચવા ટ્રેક્ટરની ટ્રોલી નીચે સંતાયેલા 5 મજૂરો દાઝયા,બે પશુઓના મોતગરબાડા તાલુકામાં અડધા કલાકના ભારે વરસાદના પગલે  ગરબાડા તાલુકામાં ત્રણ અલગ અલગ સ્થળે આકાશી વીજળી પડી હતી.નવા ફળિયા નઢેલાવ  અને સીમલયામાં જેમાં નઢેલાવ ગામે કેટલાક વ્યક્તિઓ કામ કરતાં હતા.અને ખેતીકામમાં ૧૨ વર્ષીય ડામોર આશિષ પણ જાેડાયો હતો. વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતાં ૧૨ વર્ષીય આષિશનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતાં ક્ષણભરમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બીજી તરફ સીમળીયા ગામે પણ વીજળી પડતાં ટ્રેકટરની ટોલીમાં ભરેલ  ઘાસ બળી ગયું હતું જ્યારે પાંચ લોકો ને વીજળી પડવાથી ગંભીર ઈજાઓ થઈ હતી.અને

તાલુકાના નવા ફળિયા ખાતે પણ વીજળી પડવાથી મોરી લાલાભાઇ મલાભાઈ પગના ભાગે ઇજા થયેલ છે.અને હાલ સારવાર હેઠળ છે. જ્યારે બે બળદ નો વીજળી પડવાથી મરણ થયેલ છે.આમ સમગ્ર તાલુકામાં ભારે વરસાદને કડાકા-ભડાકા સાથે ભયંકર વીજળી થતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે છ જેટલા લોકોને વીજળીથી થતી ઇજાઓ થઇ હતી અને બે બળદો ના પણ મોત નિપજ્યા હતા.

error: Content is protected !!