Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા:મારગાળા ગ્રામપંચાયતમાં નાણાંપંચના કામોમાં કૌભાંડનો મામલો:પોલિસ બંદોબસ્તની વચ્ચે તપાસપંચ કમિટીએ તપાસ શરૂ કરી

ફતેપુરા:મારગાળા ગ્રામપંચાયતમાં નાણાંપંચના કામોમાં કૌભાંડનો મામલો:પોલિસ બંદોબસ્તની વચ્ચે તપાસપંચ કમિટીએ તપાસ શરૂ કરી

   નીલ ડોડીયાર @ દાહોદ 

ફતેપુરા તાલુકાના મારગાળામાં પોલીસ બંદોબસ્ત સાથે નાણા પંચના કામોની તપાસ શરૂ કરાઈ,૯૦ લાખથી વધુ કૌભાંડ થયું હોવાની મહિલા ઉપસરપંચ દ્વારા રજૂઆત કરાઇ હતી,જિલ્લાની તપાસ પંચ કમિટીએ સ્થળ પર કામો છે કે નહીં તેની તપાસ શરૂ કરી.

દાહોદ તા.29

ફતેપુરા તાલુકાના મારગાળા ગામે નાણાપંચ યોજનામાં મોટેપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની તેમજ સ્થળ પર કામો કર્યા વગર બારોબાર નાણા ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ સાથે મહિલા ઉપસરપંચ દ્વારા તાલુકા સહિત જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજુઆતો કરી હતી.જેમાં જિલ્લાની તપાસ પંચ સમિતિ દ્વારા બુધવારથી પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી.

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતમાં ગામના વિકાસ માટે નાણાપંચની યોજના હેઠળ દર વર્ષે ૯૦ લાખ થી વધુની ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે. જેમાં સરપંચ દ્વારા સ્થળ પર કામો કર્યા વગર તેમજ ભ્રષ્ટાચાર કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાની મહિલા ઉપ સરપંચ નિરુબેન બારીયા દ્વારા રજૂઆત કરાઈ હતી. તાલુકા જિલ્લા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી સરકારી નાણાં ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં બુધવારના રોજ જિલ્લા ની તપાસ પંચ કમિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરાઇ હતી. તપાસ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

error: Content is protected !!