Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાના મારગાળામાં નાણાપંચમાં  ભ્રષ્ટાચારની તપાસ ન થાય તો મહિલા ઉપસરપંચ દ્વારા આત્મવિલોપનની ચીમકીથી ખળભળાટ

ફતેપુરાના મારગાળામાં નાણાપંચમાં  ભ્રષ્ટાચારની તપાસ ન થાય તો મહિલા ઉપસરપંચ દ્વારા આત્મવિલોપનની ચીમકીથી ખળભળાટ

 હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના મારગાળામાં નાણાપંચમાં  ભ્રષ્ટાચારની તપાસ ન થાય તો મહિલા ઉપસરપંચ દ્વારા આત્મવિલોપનની ચીમકી,સરપંચે પુત્ર ના નામે લાખો રૂપિયા ચેક દ્વારા ઉપાડી લઈ તેમજ કામો કર્યા વગર ગ્રાન્ટ સગેવગે કર્યાની રજુઆત કરાઇ હતી.15 જૂને તાલુકા પંચાયતના પ્રાંગણમાં આત્મવિલોપન કરીશ: મહીલા ઉપસરપંચ, જિલ્લા વિકાસ અધિકારીએ 10 જૂને તપાસ અહેવાલ રજૂ કરવા ટીડીઓને સૂચના આપી હતી.

દાહોદ તા.08

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયતમાં 13 અને 14 માં નાણાપંચની યોજના માં સરપંચ દ્વારા વિકાસના કામોની ગ્રાન્ટો નાણાં સ્થળ પર કામો કર્યા વગર ઉપાડી લીધા હોવાનું તેમજ પોતાના પુત્રના નામે ચેક આપી લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો હોવાની રજૂઆત જિલ્લા કક્ષાએ કરી હતી જમા જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ તપાસ કરી તમામ અહેવાલ 10 જૂને રજૂ કરવા ટીડીઓને હુકમ કર્યો હતો જેમાં આ અહેવાલ રજૂ ન કરાય તો 15 જૂને તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં આત્મવિલોપન કરવાની ચિમકી મહિલા ઉપસરપંચ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયતમાં 13 અને 14 માં નાણાપંચ યોજના હેઠળ સરપંચ દ્વારા અંદાજિત ૯૦ લાખ રૂપિયાની ગ્રાન્ટો ના કામ પૂર્ણ થયાના બિલ મૂકી નાણા ઉપાડી લીધા હતા જે બાબત ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચ નીરૂબેન બારીયા ને ધ્યાને આવતા નાણા પંચ યોજના નો બેંક સ્ટેટમેન્ટ કઢાવતા ગંભીર પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી.સરપંચ દ્વારા પોતાના પુત્રના નામે જ લાખો રૂપિયાની ગ્રાન્ટો ચેક આપીને ઉપાડ્યા હોવાની જાણ થઇ હતી. તેમજ મોટા ભાગના કામો જેવાકે સી.સી.રોડ બોરવેલ મોટર ના કામો સ્થળ પર કર્યા વગર જ નાણા ઉપાડી લઇ સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની જાણ થતા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૧૦ જૂન સુધીમાં તમામ કામોની સ્થળ તપાસ કરી તમામ અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો જેમાં ૧૦ જૂન સુધીમાં અહેવાલ રજૂ ન કરાય તો 15 જૂને તાલુકા પંચાયત કચેરી આગળ આત્મવિલોપન કરવાની લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને અરજી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!