Monday, 07/07/2025
Dark Mode

ગરબાડા:નગરજનોની વર્ષો જૂની માંગણી પૂર્ણ :રામનાથ તળાવના બ્યુટીફીકેશનની કામગીરીનો આરંભ

ગરબાડા:નગરજનોની વર્ષો જૂની માંગણી પૂર્ણ :રામનાથ તળાવના બ્યુટીફીકેશનની કામગીરીનો આરંભ

 વિપુલ જોષી @ ગરબાડા 

મોડા મોડા પણ ગરબાડા નગર ની પ્રજાની માંગણી પૂર્ણ થવાની આશા,૧૫ મુ નાણાપંચ અને મનરેગા અંતર્ગત ચાલુ વર્ષમાં ગરબાડાના રામનાથ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવશે, તળાવની પાળ ઉપર ફેન્સીંગ પેવર બ્લોક વોકિંગ ટ્રેક લાઇટિંગ અને બેસવા માટેના બાંકડા પણ મુકવામાં આવશે

ગરબાડા નગરના રામનાથ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવે જેથી કરીને તળાવના રક્ષણની સાથે તેની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય અને નગરજનોને ફરવા માટે સારો એવો વોકિંગ ટ્રેક પણ મળી જાય તેવી નગરજનોની વર્ષોથી માંગણી હતી મોડા મોડા પણ હવે ગરબાડા નગર ની પ્રજાની માગણી સંતોષાય તેમ લાગી રહ્યું છે ચાલુ વર્ષે ૧૫  મુ નાણાપંચ અને મનરેગા યોજના અંતર્ગત ગરબાડા ના રામનાથ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવશે
ગરબાડા નુ રામનાથ તળાવ ગામની ઓળખ છે સફેદ અને ગુલાબી કમળના ફૂલોથી અચ્છાદિત રહેતા આ તળાવના કિનારે ભવ્ય શિવાલય સહિત પાંચ થી છ જેટલા મંદિરો આવેલા છે.જે તળાવનું બ્યુટીફિકેશન થાય તેવી નગરજનોની વર્ષોથી માંગણી હતી તો બીજી તરફ ગત મે માસમાં સરકાર દ્વારા ગ્રામ પંચાયત પાસે ૧૫માં નાણાપંચના આયોજન માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને કામોના આયોજનો માંગેલ જે કામોમાં ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગરબાડા ના રામનાથ સાગર તળાવના બ્યુટીફીકેશન માટેનું કામ પણ આયોજનમાં લીધેલ છે ચાલુ વર્ષમાં અંદાજીત ૧૨ થી ૧૫ લાખના ખર્ચે ૧૫ મુ નાણાપંચ તથા મનરેગા યોજના અંતર્ગત તળાવના બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવશે જેમાં તળાવની પાળ પર ફેન્સિંગ પેવર બ્લોક વોકિંગ ટ્રેક લાઇટિંગ અને બેસવા માટે બાંકડા ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જે કામગીરી નો ચાલુ વર્ષમાં પ્રારંભ થઇ જશે તેવું તાલુકા વિકાસ અધિકારી મિલિન્દ દવે સાથે વાત કરતા જાણવા મળેલ હતું

હાલમાં અત્યંત મનમોહક લાગતા આ સરોવરને જાણે કોઇની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે.તેમજ કેટલાક ભૂમાફિયાઓનો ડોળા આ તળાવ ઉપર ફરી રહ્યો છે છેલ્લા કેટલાય  સમયથી તળાવની આ પાળ ઉપર હજારો ટ્રેક્ટર માટી અને બાંધકામનો સ્ક્રેપ ઠલવાઈ રહ્યો છે અને પાળ પોળી કરવાનું કામ બદ ઈરાદા થી થઈ રહ્યું છે સરકારની ગાઈડ લાઈન મુજબ જળ સંપદાનું રક્ષણ કરવાની જરૂર છે

જિલ્લા સમાહર્તા દ્વારા ગરબાડા નગરના તળાવની મુલાકાત લઇ શક્ય હોય તો અહીંયા બોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો સરકારને પણ સારી એવી ઇન્કમ થાય અને પ્રજાને વધુ એક સોગાત મળે તેમ છે તો બીજી તરફ ચાલુ વર્ષમાં ૧૫ માં નાણાં પંચમાં જ ગરબાડા નગરને ૧૫થી ૨૦ લાખના ખર્ચે સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે અને અંદાજે ૧૦ લાખના ખર્ચે પે એન્ડ યુઝ શૌચાલય પણ બનાવવામાં આવશે

error: Content is protected !!