ફતેપુરાના વલુંડી નજીક નાળા પર ગાબડું પડ્યું:ચોમાસા દરમિયાન મોટુ અકસ્માત સર્જાવાની સેવાતી ભીતી

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરાના વલુંડી નજીક નાળા પર ગાબડું પડતા નાળું બેસી જવાની સેવાતી ભીતી:મોટુ અકસ્માત થવાની રાહ જોતું વહીવટી તંત્ર

ફતેપુરા તા.03

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા થી માંડએકાદ કિલોમીટર દૂર આવેલ વલુંડી નજીક થી પસાર થતા રોડ પર વરસાદી પાણીના વહાણ માટેનુ નાનકડું નાલુ આવેલ છે. આ નાળાની વચ્ચોવચ ગાબડુ પડી ગયેલ છે અને લોખંડના સળિયા પણ જોવાઈ રહ્યા છે તેમજ નાળુ દબાઈ જતાં ભવિષ્યમાં અકસ્માત થવાની સંભાવના જોવાઈ રહેલ છે.નજીકમાં જ થોડાક દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઇ રહેલ છે અને આ રોડ પર વાહનોની અવર જવર રાતદિવસ ચાલુ રહે છે તથા જિલ્લાની જોડતો જાહેર રાજમાર્ગ છે જેથી ભવિષ્યમાં કોઇ મોટી હોનારત સર્જાય તે પહેલા જાગૃત થઈ તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવે એવું આ વિસ્તારની પ્રજા ઈચ્છી રહેલ છે

Contents
Share This Article