ગરબાડાનાં અભલોડનાં વરજાગિયામાં આકસ્મિક આગમાં ઘરોને નુકશાન થતાં ધારાસભ્યના હસ્તે સહાયના ચેક અર્પણ કરાયા.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડાનાં અભલોડનાં વરજાગિયામાં આકસ્મિક આગમાં ઘરોને નુકશાન થતાં ધારાસભ્યના હસ્તે સહાયના ચેક અર્પણ કરાયા.

ગરબાડા તા. ૧૩

ગરબાડા તાલુકાના વરજાંગીયા ગામે ગામે તારીખ 9 /6 /2023 ના રોજ આકસ્મિક આગના કારણે પલાસ રમણભાઈ ભીલાભાઈ, તથા પલાસ ભીલાભાઈ પુંજલાભાઈ ના ઘરોને નુકસાની થવા પામેલ તેમજ ઘરવખરી ની નુકસાન થયું હતું જેમાં સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર મળવાપાત્ર સહાય મંજુર કરી અસરગ્રસ્તોને કુલ રૂપિયા 25,200 ની સહાયના ચેક માનનીય ધારાસભ્ય શ્રી ગરબાડા શ્રી મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, તથા તાલુકા પંચાયત સદસ્યશ્રી સદસ્ય શ્રી અભલોડ 2 ભાભોર મયુરભાઈ ની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા હતા..

Share This Article