સરકારી યોજનાઓ હવે એક જ છત નીચે! જાંબુવામાં યોજાઈ ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’: જી. પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર રહ્યા ઉપસ્થિત

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

સરકારી યોજનાઓ હવે એક જ છત નીચે! જાંબુવામાં યોજાઈ ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’: જી. પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર રહ્યા ઉપસ્થિત

દાહોદ. તા. ૨૦

ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ જગ્યાએ અને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે જાંબુવા સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે દાહોદ જિલ્લા પંચાયતના લોકપ્રિય ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીલાબેન શૈલેષભાઈ દેવધા તેમજ તાલુકા સભ્ય શ્રી શૈલેષભાઈ પણ મંચ પર બિરાજમાન રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા વિજયભાઈ અમલીયારે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ સીધી પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આવા લોકદરબાર અને શિબિરો ખૂબ જ અનિવાર્ય છે.

ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને સ્થળ પર જ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે કાર્યક્રમ સ્થળે અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આયોજનનો મુખ્ય હેતુ અરજદારોને જુદી-જુદી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તમામ યોજનાકીય લાભો એક જ છત્ર નીચે મળી રહે સ્ટોલ પર ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ગ્રામજનોના જરૂરી ફોર્મ ભરવા, યોજનાઓનું માર્ગદર્શન આપવું અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી પત્રો એનાયત કરવાની કામગીરી કરવામાં આવી હતી. અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ જન કલ્યાણ શિબિર આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને સ્થાનિક લોકોએ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ અમલીયાર તેમજ સમગ્ર વહીવટી તંત્રનો આ સુંદર આયોજન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article