નવિન સિકલીગર :- પીપલોદ
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેના રસ્તે દાહોદ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમીયો…
દે.બારીઆ ટોલનાકા ઉપરથી પોલીસે ઓક્સિજનના ટેન્કરમાંથી રૂપિયા 28.22 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
ટેન્કરની કિંમત મળી કુલ રૂપિયા 43.66 લાખનો મુદ્દામાલ કબજે: ચાલક સહિત બે ઈસમો વિરુદ્ધ પિપલોદ પોલીસે ગુનો નોંધ્યો
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસે આકાબંધી દરમિયાન એક ઓક્સિજન ભરવાના ટેન્કરમાંથી પીપલોદ પોલીસે વિદેશી દારૂ તથા બિયરનો કુલ રૂપિયા 28,22,568 ના પ્રોહીબીશન જથ્થા સાથે ઓક્સિજન ટેન્કર ની કિંમત મળી કુલ રૂપિયા 43,66,068 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી ચાલકની અટકાયત કરી જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી નાખી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવા માટે આવું નવી કરતાબો અપનાવી રહ્યા છે ભૂતકાળમાં એમ્બ્યુલન્સની મદદથી દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂ ષડયંત્ર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે બુટલેગરોએ હવે જાણે વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે નવી તરકીબ અપનાવી છે હવે બુટલેગરો ઓક્સિજનના ટેન્કરો ની મદદ લઈ રહ્યા છે અને ઓક્સિજનના ટેન્કરમાં ઓક્સિજનના સ્થાને વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો, વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ તેમજ વિદેશી દારૂના ધંધામાં સંકળાયેલ ઈસમો સક્રિય બની રહ્યા છે. ગતરોજ દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર આવેલ સતી તોરલની પાસેથી એક આઇસર ટેમ્પામાંથી લાખોની કિંમતમાં દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે આજે ફરીવાર લાખો ની કિંમત અને દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઓક્સિજન ભરવાનું ટેન્કર પસાર થતા પોલીસ સાબદી બની હતી ઓક્સિજનનું ટેન્કર નજીક આવતાની સાથે જ પોલીસે ટેન્કરમાં સવાર ચાલક જબરસિંહ ભીખસિંહ સોઢા (રહે. જી. બાડમેર, રાજસ્થાન) ને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે મુકુંદ ઝાટ નામક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઓક્સિજન ટેન્કરની અંદર તલાસી લેતા પોલીસ ચોકી ગઈ હતી. ટેન્કરમાં ઓક્સિજનની જગ્યાએ વિદેશી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો જોવા મળ્યો હતો. ઓક્સિજન ટેન્કરમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ પેટીઓ નંગ. 552 જેની અંદર કુલ બોટલો નંગ. 7236 જેની કુલ કિંમત રૂપિયા 28,22,568 અને ઓક્સિજન ટેન્કર ની કિંમત મળી કુલ રૂપિયા 43,66,068 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ગાડીના ચાલક સહિત ફરાર ઈસમ વિરુદ્ધ પીપલોદ પોલીસે પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.