રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ફુટ ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગ શરૂ કરાયું.!
3 કલાકના વિશેષ બ્લોક દરમિયાન મહાકાય ક્રેનની મદદથી 3ગર્ડર લોન્ચ; 12 બાકી,
મુસાફરોની સુરક્ષા અને ટ્રેન વ્યવહાર પર વિશેષ ધ્યાન: પરંતુ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્મચારીઓ સેફટી વગર કામ કરતા જોવા મળતા આશ્ચર્ય.
દાહોદ, તા. ૧૭ જૂન

દાહોદ રેલવે સ્ટેશન ખાતે લિફ્ટ સુવિધા સાથે બની રહેલા નવા ફૂટ ઓવર બિ્રજના નિર્માણ કાર્યને લઈને આજે રેલવે તંત્ર દ્વારા બપોરે 1:45 વાગ્યાથી સાંજે 4:45 વાગ્યા સુધી 3 કલાકનો વિશેષ બ્લોક લેવામાં આવ્યો હતો.આ નવનિર્મિત દરમિયાન ફૂટ ઓવર બ્રિજ પર ગર્ડર લોનિ્ચંગ શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 વચ્ચે બહારથી મંગાવવામાં આવેલી મહાકાય ક્રેનની મદદથી કુલ 12 ગર્ડર લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકના બ્લોક દરમિયાન ત્રણ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી.
હવે બાકીની ગર્ડર આગામી સમયમાં બ્લોક લઈ પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય બાબત છે કે ગર્ડર લોનિ્ચંગ દરમિયાન સુરક્ષાના તમામ ધોરણોનું કડક પાલન કરવાનું નિયમોમાં છે પરંતુ કેટલાક કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ હોવા છતાંય સેફટી સંસાધનો વગર કામ કરતા જોવા મળતા આચાર્ય સર્જાયું હતું.
બ્રિજની ગર્ડર લોન્ચ દરમિયાન, અથવા વેલ્ડીંગ કરતા સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોને ગણવો કે અંગેના પ્રશ્નાર્થ તો અહીંયા ઊભા થાય છે.
