Friday, 18/10/2024
Dark Mode

દાહોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે..

April 21, 2023
        389
દાહોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ

દાહોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે..

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવને અનુલક્ષીને ભવ્ય શોભાયાત્રા,મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું કાર્યક્રમ યોજાશે..

દાહોદ તા.21

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની જન્મજ્યંતીને અનુલક્ષીને દાહોદમાં બ્રહ્મ સમાજ દ્રારા ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.જેમાં શોભાયાત્રા સહીત મહાપ્રસાદીના અનેક વિધ કાર્યક્રમો પણ યોજાશે
હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મજયંતી બ્રહ્મ સમાજ દ્રારા

 

દાહોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે..

 

ઉજવવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની જન્મોત્સવની ઉજવણી કરવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.તો સાથે સાથે પરશુરામ દાદાની પૂજા અને મહાપ્રસાદીનું આયોજન પણ રાખવામાં આવેલ છે.આ શોભાયાત્રા દાહોદ શહેરના હનુમાન બજાર સ્થિત ભરત દાસજીની વાટિકા ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. અને શહેરના જુદા-જુદા માર્ગો પર ફરી પરત ભરતદાસજીની વાટિકા ખાતે આવશે.અને ત્યારબાદ પરશુરામ દાદાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રીના 8 કલાકે ભોજન પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર કહેવાતા ભગવાન પરશુરામજીને જગતના પાલનહાર પણ માનવામાં આવે છે અને સાથે સાથે તેઓ ચિરંજીવી પણ છે ભગવાન પરશુરામ દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન પરશુરામ માનવ માત્રના કલ્યાણ માટે પૃથ્વી પર આવતરિત થયા હતા.ત્યારે આવતીકાલે ભગવાન શ્રી પરશુરામજીની જન્મોત્સવની સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!