
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના ખરજ ગામે રહેણાંક મકાનમાં રૂરલ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની અટકાયત કરી.
દાહોદ તા.07
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે થી દાહોદ ગ્રામ્ય પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે મહિલાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને ડામવા માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં દાહોદ પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ નયનસિંગ પરમાર તેમજ પોલીસના જવાનો દાહોદ તાલુકાના ખરજ ગામે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે ખરજ ગામના ડામોર ફળિયામાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની જાણ પીએસઆઇ નયનસિંહ પરમારને થતા તેઓએ પોલીસ જવાનો સાથે ડામોર ફળિયામાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જતનીબેન માનસિંગભાઈ તિતરીયા ભાઈ ભુરીયાને ભારતીય બનાવટના વિદેશી દારૂની 336 બોટલો મળી 34,272 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પ્રોવિસન અંગે નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.