
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના હડમત પ્રાથમિક શાળામાં 70 માં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
પેટા:-અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરની પ્રજ્ઞા ટોળીના માધ્યમથી એક કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો.
સુખસર,તા.7
ફતેપુરા તાલુકાના હડમત પ્રાથમિક શાળામાં 6 જાન્યુઆરી-2023 ના રોજ હડમત પ્રાથમિક શાળા પટાંગણમાં શાળાના 70 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ સંલગ્ન દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારથી પધારેલ બહેનોની હાજરીમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરની પ્રજ્ઞા ટોળીના માધ્યમથી હડમત પ્રાથમિક શાળામાં એક કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. શાળામાંથી ભણીને આગળ વધેલા સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યાદ કરવામાં આવ્યા હતા.70 મો શાળા સ્થાપના દિન હોવાથી યજ્ઞ સમાપને 70 દીપકની આરતી ગ્રામજનો,વડીલો,મહેમાનો, બાળકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.શાળામાં ચાર્ટ લગાવીને વ્યસન મુક્તિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારથી પધારેલ દીકરીઓએ બાળકોને યોગ કરાવીને યોગનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની બાળકોને સમજ આપી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની બાળકોને સમજ આપી આ કાર્યક્રમમાં શાળાના બાળકોને બુંદી,દાળ,ભાતનું ભોજન કરાવવામાં આવ્યું હતું.બાળકો,શિક્ષકો,એસ.એમ.સી સભ્યો,વાલીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આમ હડમત પ્રાથમિક શાળાના 70 માં શાળા સ્થાપના દિનની ઉજવણી શાળા પટાંગણમાં કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમના આયોજનથી અમલીકરણ સુધી શાળા પરિવારને સાથે રાખીને કન્વીનર તરીકે પરેશભાઈ એન.પટેલે ઉત્તમ ભૂમિકા ભજવી હતી.