ઝાલોદ તાલુકાના સમરસ ગ્રામ પંચાયત રૂપાખેડામાં 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના રૂપાખેડામાં 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

સમરસ ગ્રામ પંચાયતની મહિલા સરપંચ રેતાબેન મહેશભાઈ ભુરીયાના હસ્તે ધ્વજારોહણ કરી સલામી અપાઈ…

દાહોદ તા.27

 

દાહોદ જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઝાલોદ તાલુકાના સમરસ ગ્રામ પંચાયત રૂપાખેડાની પ્રાથમિક શાળાના પટાંગણમાં મહિલા સરપંચના હસ્તે ધ્વજાંરોહન કરવામાં આવ્યું હતું 

જેમાં ઝાલોદ તાલુકાના સમરસ ગ્રામ પંચાયત રૂપાખેડાની પ્રાથમિક શાળામાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ઝાલોદ વિધાનસભાના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા જિલ્લા પંચાયતના સભ્ય લલિત કુમાર ભુરીયા શાળાના આચાર્ય અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્તિથીમાં ગ્રામ પંચાયત રૂપાખેડાના મહિલા સરપંચ રેતા બેન મહેશભાઈ ભુરીયા ના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી.

Share This Article