Saturday, 27/07/2024
Dark Mode

સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ

January 26, 2022
        2165
સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ

બાબુ સોલંકી :- સુખસર 

સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ

કન્યા વિદ્યાલય, બી.એડ કોલેજ, આર્ટ્સ કોલેજ, આઇ. ટી. આઇ, ખાતે ચુસ્ત સલામતી સાથે ઉજવણી કરાઈ

સુખસર,તા.26

સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં આવેલ જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારશ્રીના કોરોના ગાઇડલાઇન મુજબ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી.બી.એડ કોલેજ,કન્યા વિદ્યાલય, આર્ટસ કોલેજ,પ્રાયમરી શાળા,આઇ. ટી.આઇ.ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં કોરોના મહામારી ચાલતી હોવાથી સરકારશ્રીના નિયમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. દંડક રમેશભાઈ કટારા દ્વારા કોરોના મહામારી દરમિયાન સાવધાની રાખવી અને નિયમોનું ચુસ્ત પાલન કરવું, રસીકરણ કરાવવું જે બાબતની સૂચનાઓ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!