Thursday, 07/11/2024
Dark Mode

સંતરામપુરની સીમલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર :પુષ્પાબેન ભરતકુમાર પારગીનું વિજય થતા વિજય સરઘસ નીકળ્યું

સંતરામપુરની સીમલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર :પુષ્પાબેન ભરતકુમાર પારગીનું વિજય થતા વિજય સરઘસ નીકળ્યું

ઇલ્યાસ શેખ @સંતરામપુર 

સંતરામપુર તા.15

સંતરામપુર તાલુકાની સીમલયા ગામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. સંતરામપુર તાલુકાના સીમલયા ગામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં આજરોજ મામલતદાર કચેરીમાં મતગણતરી રાખવામાં આવેલી હતી જેમાં સીમલીયા ગ્રામ પંચાયતમાં કુલ પાંચ વ્યક્તિ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી મામલતદાર કચેરીમાં મતગણતરીમાં પાંચમાંથી પુષ્પાબેન ભરતકુમાર પારગી કુલ ૮૦૦ મત મળ્યા હતા અને ભવ્ય વિજય થયો હતો સીમલીયા ગામ સહકારથી આ વખતે નવો ઉમેદવાર પસંદ કર્યો હતો પરિણામ જાહેર થતા જ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક સીમ ગ્રામ પંચાયતની મતગણતરી યોજાઇ હતી. 

error: Content is protected !!