Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં ગ્રાહકો પાસેથી આવશ્યક ચીજવસ્તુઓના બેફામ ભાવો વસુલાતા હોવાની રજૂઆતોની વચ્ચે વધુ બે કરિયાણાની દુકાનને સીલ મારતું વહીવટીતંત્ર: વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

દાહોદમાં ગ્રાહકો પાસેથી આવશ્યક ચીજવસ્તુઓના બેફામ ભાવો વસુલાતા હોવાની રજૂઆતોની વચ્ચે  વધુ બે કરિયાણાની દુકાનને સીલ મારતું વહીવટીતંત્ર: વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૩૦

કોરોના મહામારીની વચ્ચે લોકડાઉનના ચુસ્તપણે અમલવારી માટે વહીવટીતંત્ર કડકહાથે કાર્યવાહી કરી રહ્યું છે.ત્યારે લોકડાઉનમાં આવશ્યક ચીજ-વસ્તુઓના બેફામ ભાવો લેવાતા હોવાની રજૂઆત વહીવટી તંત્ર સુધી પહોંચતા જિલ્લા સમાહર્તાશ્રીના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી મામલતદારશ્રી તેમજ નગરપાલિકાના અધિકારીઓએ આજરોજ સવારે બે ગોડાઉન તેમ જ એક મોબાઇલની દુકાનને લોકડાઉંનના    ઉલ્લંઘન બદલ સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા બપોર બાદ શહેરના ગોદીરોડ ખાતે વધુ બે કરિયાણાની દુકાનને  સીલ મારી દેતા વ્યાપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

આજરોજ સવારે નગરપાલિકા તેમજ મામલતદાર દ્વારા રામકૃપા પ્રોવિઝન સ્ટોર્સના દુકાનદારનું ગોદી રોડ ખાતે આવેલ ગોડાઉનને સીલ કર્યાની ઘટના બાદ આજ વિસ્તારમાં આ માલિકની રામકૃપા પ્રોવિઝન સ્ટોર્સને પણ તંત્ર દ્વારા સીલ મારવામાં આવી છે સાથે સાથે આજ વિસ્તારની વધુ એક વિનાયક પ્રોવિઝન સ્ટોર્સને પણ સીલ કરી દેવામાં આવી છે. ત્યારે રામકૃપા પ્રોવીઝન સ્ટોર્સના વેપારીના ત્યાં થોડા સમય પહેલા તોલવાના કાંટામાં ભુલ નીકળતા અને પોતાની અગાસી પર ફરસાણ પકડાયેલ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસના સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વેપારી દ્વારા અગાઉ પોતાની પણ પોતાની દુકાનની છત ઉપર ફરસાણ બનાવતો હોવાની બુમો ઉઠવા પામી હતી સાથે જ અગાઉ પણ આ વેપારી દ્વારા તોલવાના કાંટામાં વિગેરે જેવી અનેક ગેરરીતીઓ કરતો હોવાની છડેચોક બુમો ઉઠવા પામી હતી પરંતુ જે તે સમયે આ ઘટનાને દબાવી દેવામાં આવી હતી અને ભીનુ સંકેલવાની કોશીષ પણ કરી હતી. આ વેપારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી નગરજનોમાં લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!