Wednesday, 05/02/2025
Dark Mode

ફતેપુરામાં સાંસદની કોરોના વાયરસને લઇ સમીક્ષા બેઠક યોજાઈ: કલેક્ટર,ધારાસભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ફતેપુરામાં સાંસદની કોરોના વાયરસને લઇ સમીક્ષા બેઠક યોજાઈ: કલેક્ટર,ધારાસભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હિતેશ કલાલ @ ફતેપુરા 

ફતેપુરા માં દાહોદ જીલ્લા સાંસદે જસવંતસિંહ ભાભોરે કોરોનાવાયરસ ને લઇને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી..

ફતેપુરા તા.29

દાહોદ જીલ્લાની ફતેપુરા મામલતદાર કચેરી ખાતે આજરોજ દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરે ફતેપુરામાં અધિકારીઓની મીટીંગ લીધી હતી.આ મીટીંગમાં દાહોદ કલેક્ટર વિજય ખરાડી , પ્રાન્ત અધિકારી ચોધરી, ડીવાયએસપી જાદવ, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જી. પં. પ્રમુખ યોગેશભાઈ પારગી, એપીએમસી માર્કેટના ચેરમેન પ્રફુલ્લ ડામોર, મામલતદાર એન આર પારગી, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ સોશિયલ ડીસટન્સીંગનું ધ્યાન રાખી તાલુકા કક્ષાએ કોરાનાવાયરસ ની પરિસ્થિતિને લઇને સમીક્ષા બેઠક યોજી હતી. સાંસદે જસવંતસિંહ ભાભોર કલેક્ટર ને સુચના આપી કહ્યુ હતુ જીલ્લામાં રૂપિયા  લેવા માટે લોકો બેંકોમાં લાંબી લાઈનો લાગે છે તેમાં શોસિયલ ડીસટન્સ જળવાય અને સરળતાથી ગ્રાહકોને રૂપિયા મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું , કોરાનાની વિકટ ધડીમાં ગરીબ જરુરીયાત મંદ લોકો ને અનાજની કીટનુ વિતરણ થાય નિયમિત પુરતુ મળી તેની દેખરેખ રાખવા, ફતેપુરા તાલુકાની બધી જ બોર્ડરો સીલ રાખી ચુસ્ત પેટ્રોલીગની સાથે રાત્રિ દરમિયાન બોર્ડરો  પર થી પ્રવેશતા લોકોને અટકાવવા , લોકડાઉનનુ સંપૂર્ણ પાલન થાય, કેસોમાં વધારો ના થાય તે માટે સાવચેતી સતર્કતા  દાખવતા દરેક લોકો માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ કરે બિન જરુરી ધરમાથી ન નિકળે,  ઉનાળાને લઇને આવનાર દિવસો માં જીલ્લા માં પાણીની વિકટ સમસ્યા ના ઉભી થાય તેની તકેદારી રાખવા, આરોગ્ય વિભાગ તરફથી લોકોનુ ટેમ્પરેચર મશીનથી સ્રક્રેનીગ કરાય જેવા વિવિધ મુદ્દાઓ પર બેઠક યોજાઇ હતી સરકારી સંસ્થા અનાજની દુકાનો પર લોકો ને સહેલાઇથી અને પુરેપુર અનાજ મળી રહે તે માટે પણ ધ્યાન રાખવા કલેક્ટર ને સુચનો કર્યાં હતા.

error: Content is protected !!