Thursday, 25/04/2024
Dark Mode

લોકડાઉનના કપરા કાળમાં ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવાતો બારીયાનો સેવાભાવી ગ્રુપ

લોકડાઉનના કપરા કાળમાં ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવાતો બારીયાનો સેવાભાવી ગ્રુપ

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા નગરમાં અડીખમ એક માસથી વધારે સમયથી સેવાભાવી ગ્રુપ દ્વારા રોજ આપતું ભોજન,લોકડાઉન શરૂ થયા ત્યારે થી ભોજન આપવાનું ચાલુ છે.દેવગઢ બારીયા નગરમાં અલગ અલગ વિસ્તારમાં ભોજન આપવામાં આવે છે.

દે.બારિયા:- તા.29

હાલમાં સમગ્ર વિશ્વની સાથે આપણો ભારત દેશ પણ કોરોના વાઇરસને લઇ મહામારીની મુશ્કેલીથી બચવા માટે લોક ડાઉનને આધીન રહીને સરકારના આદેશનું પાલન કરી રહ્યું છે.ત્યારે સહુના વેપાર રોજગાર બંધ હોઈ તેવી પરીસ્થિતિમાં ગરીબ અને રોજ-બરોજ કમાઈને ખાતા લોકો આર્થિક રીતે પરેશાની ભોગવી રહ્યા છે.અને આવી પરિસ્થિતિમાં જે મોટા ભાગે રોજ કમાઈ ખાનારા કુટુંબોની હાલત ધંધા રોજગાર બંધ થઈ જતાં કફોડી બની છે. તેમજ દેવગઢબારીઆ શહેરમાં બીજા છૂટક મજૂરી કરી ખાનારા ૪૦૦ જેટલા માણસો તથા બહારગામથી ધંધો કરવા માટે આવેલા ૩૦૦ જેટલા માણસોને હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ કામ નહિ મળતાં તેઓને જીવન ગુજારો કરવું મુશ્કેલ બન્યું છે. આવા આર્થિક સંકટમાં આ લોકોને ટકનું ભોજન મળી રહે તેવા ઉમદા હેતુથી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં આવેલ સેવા ભાવિ ગ્રુપ દ્વારા જ્યાર થી લોકડાઉન શરૂ થયું ત્યારે થી રોજ સાંજનું ભોજન આપવમા આવે છે. જેમાં નગરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ ભોજનની સેવા આપવામાં આવે છે.ભોજન વિતરણ કરતી સમયે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે યુવાનો દ્વારા ગ્લોઝ, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર સહિતની સાવચેતી રાખવામાં આવી રહી છે. આમ કોરોના વચ્ચેના લોકડાઉનના કારણે ૭૦૦ લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા કરવામાં સેવા ભાવિ ગ્રુપ ખડેપગે હાજર રહીને પ્રેરણારૂપ બન્યા છે.

error: Content is protected !!