Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના વટલી-મોટોરેલમાં રાજસ્થાનથી કોરોના સંક્રમણવાળા મજૂરો આવ્યા હોવાના મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું:14 મજૂરોને આરોગ્ય તંત્રે ચકાસણી કર્યો બાદ હોમ કોરોનટાઇમાં મોકલ્યા

ફતેપુરાના વટલી-મોટોરેલમાં રાજસ્થાનથી કોરોના સંક્રમણવાળા મજૂરો આવ્યા હોવાના મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું:14 મજૂરોને આરોગ્ય તંત્રે ચકાસણી કર્યો બાદ હોમ કોરોનટાઇમાં મોકલ્યા

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા વટલી અને મોટીરેલ ગામે શંકાસ્પદ લોકો આવ્યા હોવાની વાત નો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ગભરાટ,૧૪ જેટલા મજુર વર્ગને હાથ પર સિક્કા મારેલા હોવાનું પણ જાણવા મળ્યું, તાલુકા આરોગ્ય વિભાગ અને પોલીસે બંને ગામોની ૧૪ સભ્યોની લીધી મુલાકાત.

સુખસર તા.29

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ અને  વટલી ગામે રાજસ્થાન ભીલવાડા થી કોરોના ના શંકાસ્પદ કેસ આવ્યા હોવાની વાતો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચ્યો. ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે આર  હાડા અને માધવા મેડિકલ ઓફિસર હિતેશ ચારેલ રાજુભાઇ પ્રજાપતિ ની ટીમે બંને ગામોની મુલાકાત લીધી હતી ભીલવાડા થી રાત્રિના સમયે ૧૪ જેટલા મજુરો આવ્યા હોવાની માહિતી મળી તમામ મજૂરોને રાજસ્થાન પોલીસ દ્વારા હાથ પર સિક્કા મારવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું આરોગ્યની ટીમે સાવચેતીના સૂચનો કર્યા અને ઘરથી બહાર ન નીકળવાની ઘરમાં બધાની વચ્ચે અંતર રાખવાની સુચના આપી હતી. ફતેપુરા પોલીસને સાથે રાખીને મુલાકાત કરી હતી ૧૪ જેટલા મજુરો રાજસ્થાન ભિલવાડા રસ્તાના કામો કરવા ગયા હતા.

ફતેપુરામાં રાજસ્થાન ભીલવાડામાં કોરોના સંક્રમણના કેસો વધારે હોવાથી ત્યાંથી આવેલા મજુર વર્ગને સ્થાનિક આરોગ્યની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે.બધા મજુરો નોર્મલ  હોવાથી તેમણે 14 દિવસ માટે હોમ કોરોનટાઇનમાં મુકવામાં આવ્યા છે.દરરોજ આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ફોલો કરીને અપડેટ લેવામાં આવશે.

error: Content is protected !!