Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાથી યુપી જવા ચાલતા નીકળેલા 30 જેટલાં મજૂરોને મધ્ય પ્રદેશ પોલિસે પરત મોકલ્યા,

ફતેપુરાથી યુપી જવા ચાલતા નીકળેલા 30 જેટલાં મજૂરોને મધ્ય પ્રદેશ પોલિસે પરત મોકલ્યા,

હિતેશ કલાલ @ ફતેપુરા 

ફતેપુરા થી યુપી જવા ચાલતા નીકળેલ મજુર વર્ગને મધ્યપ્રદેશ પોલીસે પરત મોકલ્યા,૩૦ જેટલા મજુરો ને પીટોલ બોર્ડર પર પોલીસે અટકાવી દીધા,ગુલ્ફી વેચવાનો ધંધો કરવા માટે ફતેપુરા માં રહેતા હતા.

સુખસર તા.27

ફતેપુરા તાલુકાના કરોડિયા ગ્રામ પંચાયતમાં આવેલ વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના ૩૦ જેટલા મજુર વર્ગ ચાલતા ઉત્તર પ્રદેશ જવા નીકળી ગયા હતા જેઓને મધ્યપ્રદેશ પોલીસે પિટોલ બોર્ડર પર રોકીને પૂછપરછ કરી હતી અને પરત ફતેપુરા મોકલ્યા હતા રાત્રિના સમયે મામલતદાર કચેરી આવતા આ બાબતની મામલતદારને જાણ થઇ હતી તેથી તેઓએ પરત તેમના નિવાસસ્થાને મોકલ્યા હતા. રાજ્ય બહારના મજુર વર્ગોને રાસન ની સુવિધા પૂરી પાડવી ગ્રામ પંચાયતની જવાબદારી હોવાનું મામલતદારે જણાવ્યું હતું

ફતેપુરા તાલુકાના વિસ્તારમાં ઉત્તર પ્રદેશના મજૂર વર્ગ ગુલ્ફી ના વેચાણ આવશે આવેલા છે અને કોરોના સંક્રમણને લઈ લોકડાઉનમાં અહીં જ રોકાયેલા છે જેઓ દ્વારા વતનમાં જવા ની માંગ કરી હતી તેમજ સોમવારના રોજ આ મજૂર વર્ગ પોતાના નિવાસસ્થાનેથી યુપી જવા ચાલતા નિકળી પડ્યા હતા આ મજૂર વર્ગ મંજુર વગઁ મધ્ય પ્રદેશ ની પીટોલ બોડઁર પર પહોચતા મધ્યપ્રદેશ પોલીસે અટકાવી મધ્ય પ્રદેશ માં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને પોલીસ મારફતે ફરી ફતેપુરા પોલીસ સ્ટેશન ઉતારવામા આવ્યા હતા થાકેલા મંજુરો ને નિયમિત જમવાનુ ન મળતા વતન જવા ની માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું આખરે ત્રીસ જેટલા મંજુરો પરિવાર સાથે મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ધામા નાખ્યા હોવાની જાણ થતાં મામલતદાર દોડી આવ્યા હતા અને રાસન ની વ્યવસ્થા કરી હતી અને તેઓના રહેણાક ભાડાના મકાનમાં રવાના કર્યા હતા.

યુપીના 30 જેટલાં મજૂરો અમોને જાણ કર્યા વગર વતન ભણી વાટ પકડી હતી: મધ્યપ્રદેશ પોલીસે આજે પરત મોકલ્યા એન.આર. પારગી (મામલતદાર ફતેપુરા)

ફતેપુરા તાલુકામાં રહેતા આંતરરાજ્ય ના મજૂર વર્ગ હાલમાં જ્યાં રહે છે ત્યાં જ રહેવાનું છે અને જે તે વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મજૂર વર્ગની વ્યવસ્થા કરવાની હોય છે રાસન ની વ્યવસ્થા પણ કરવાની છે ૩૦ જેટલા મજુરો અમોને જાણ કર્યા વગર ચાલતા જવા નીકળી ગયા હતા અને રાત્રીના સમયે મધ્યપ્રદેશ પોલીસે પરત મોકલ્યા ત્યારે મને જાણ થઈ હતી કરોડિયા ગામ પંચાયત વિસ્તારમાં આ મજૂર વર્ગ રહે છે. મજૂરોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જમવાની સુવિધા ન મળતી હોય તો અમોને જાણ કરવી જોઈએ.

error: Content is protected !!