Friday, 06/12/2024
Dark Mode

પોલીસ તંત્રમાં આંતરિક બદલીનો દોર:જિલ્લા પોલીસવડાએ વહીવટી કારણોસર 10 જેટલાં પીઆઇ -પીએસઆઈની બદલીઓ કરી

પોલીસ તંત્રમાં આંતરિક બદલીનો દોર:જિલ્લા પોલીસવડાએ વહીવટી કારણોસર 10 જેટલાં પીઆઇ -પીએસઆઈની બદલીઓ કરી

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતાં ૧૦ જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરો અને પો.સ.ઈ.ની વહીવટી કારણોસર તદ્દન હંગામી ધારેણે જાહેર હિતમાં બદલી કરવાનો હુકમ કરતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો છે. આ બદલીમાં દાહોદ એલઆઈબી, દાહોદ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર, લીમખેડા પોલીસ સ્ટેશન, ઝાલોદ પોલીસ સ્ટેશન, એલ.સી.બી.શાખા,દાહોદ, દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશન, ફતેપુરા પોલીસ સ્ટેશન અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

દાહોદ પોલીસ અધિક્ષકની કચેરી,દાહોદના પોલીસ અધિક્ષક હિતેશ જાયસર દ્વારા વહીવટી કારણઓસર સદ્દન હંગામી ધોરણે જાહેર હિતમાં ૧૦ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરતાં પોલીસ બેડામાં સ્તબ્ધતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે જેમાં પો.ઈન્સ.એચ.પી.કરેણ જે દાહોદ એલ.સી.બી. શાખામાં ફરજ બજાવતાં હતા તેઓની એલ.આઈ.બી.શાખામાં નિમણુંક અને સર્કલ પો.ઈન્સ.દાહોદમાં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેવી જ રીતે   પો.ઈન્સ.કે.એલ.પટણી જે એલ.આઈ.બી.શાખા,દાહોદમાં ફરજ બજાવતા હતા તેઓને લીમખેડા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. પો.ઈન્સ. બી.બી.બગેડીયા સર્કલ પો.ઈન્સ.દાહોદ ખાતે હતા તેઓની બદલી દાહોદ રૂરલ પોલીસ મથકે,  લીમખેડા પોલીસ મથકમાં પો.ઈન્સ. તરીકે ફરજ બજાવતા બી.ડી.શાહની બદલી એલ.સી.બી.શાખા દાહોદ ખાતે, ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઈ.એન.જે.પંચાલની બદલી લીમખેડા પોલીસ સ્ટેશને,  એલ.સી.બી.શાખા દાહોદમાં પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતા  એ.એ.રાઠવાની બદલી દેવગઢ બારીઆ પોલીસ મથકે, દેવગઢ બારીઆ પોલીસ મથકે પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતાં એ.એન.પરમારની બદલી દાહોદ રૂરલ પોલીસ મથકે,  ફતેપુરા પોલીસ મથકે પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતા એચ.પી.દેસાઈની બદલી ઝાલોદ પોલીસ મથકે, ફતેપુરા પોલીસ મથકે પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતાં સી.બી.બરંડાની બદલી ફતેપુરા પોલીસ સ્ટેશન પાસ્ટ પો.સ.ઈ. તરીકે અને દાહોદ રૂરલ પોલીસ મથકે પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતા પી.એમ.મકવાણાની બદલી  એલ.સી.બી.શાખા, દાહોદ ખાતે કરવામાં આવી છે.

error: Content is protected !!