Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરામાં ડે.સરપંચની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર ડીવાયએસપીની ટીમ ત્રાટકી:7 જેટલાં ગેમ્બલરો હજારો રૂપિયાની માલમત્તા સાથે ઝડપાયા

ફતેપુરામાં ડે.સરપંચની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર ડીવાયએસપીની ટીમ ત્રાટકી:7 જેટલાં ગેમ્બલરો હજારો રૂપિયાની માલમત્તા સાથે ઝડપાયા
 જીગ્નેશ બારીઆ @ દાહોદ  

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી ધમધમતા જુગારધામ પર ઝાલોદ ડીવાયએસપીના માર્ગદર્શનમાં પોલિસ ત્રાટકી,ફતેપુરા નગરમાં આવેલ ડે.સરપંચની ઓફિસમાં ધમધમતા જુગારધામમાં 7 જેટલાં ગેમ્બલરો ઝડપાયા, મોબાઈલ ફોન, પાના પત્તાંનીકેટ, દાવ પરની રોકડ રકમ તેમજ અંગઝડતી મળી હજારો રૂપિયાની માલમત્તા જપ્ત કરી ગેમ્બલરોને જેલના સળિયા પાછળ ધકેલતી પોલિસ, પકડાયેલા ગેમ્બલરો પૈકી કેટલાક ગેમ્બલરો રાજકીય આવરણ ધરાવતા કેટલાક સ્થાનિક નેતાઓ છોડાવવાની મથામણ કરતા નજરે ચઢ્યા, 

 દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આજે પોલીસે મોટા પાયે હારજીતનો ગંજી પાના પત્તા વડે રમાતા અને વગર પાસ પરમીટના જુગાર ધામ ઉપર સપાટો બોલાવતા પંથક સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફતેપુરા નગરમાં પોલીસ ચોકી પાસે ભરકાદેવી આઈસ્ક્રીમવાળી ગલીમાં ફતેપુરાના નામચીન એવા હિતેશ નટવરલાલ કલાલની ઓફીસમાં નગરમાં જ રહેતા મોટા ગજાના સાત જુગારીઓ મોટા પાયે જુગાર રમતા હોવાની ડીવાયએસપી જાદવને મળેલ બાતમીના આધારે ૨૪મીની રાત્રીના સમયે ઓંચીંતી આ ઓફીસમાં રેડ કરતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસ કાફલાએ આ જુગાર રમી રહેલા શહેરના નામચીન ૭ જેટલા નબીરાઓને રોકડા રૂપીયા ૯૪,૫૪૦ ની રોકડ રકમ સહિત મોબાઈલ,ફોન,મોટરસાઈકલકુલ રૂ.૨,૦૯૦૪૦ ના મુદ્દામાલ સાથે સાતેય જણાને આબાદ ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.ત્યારે દરોડા દરમિયાન ડે.સરપંચ હાજર ન હોવાથી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.જોકે આ મામલે પંથકમાં સન્નાટા સાથે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. આ સાત જુગારીઓ પૈકી એક ફતેપુરાના કરાડીયા ગામનો ડેપ્યુટી સરપંચ પણ સામેલ હોવાનું પોલીસ ચોંપડે નામ નોંધાતા પંચાયત આલમમાં પણ સ્તબ્ધતાઓનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

ફતેપુરા નગરમાં ઉખરેલી રોડ ખાતે રહેતા હિતેશ નટવરલાલ કલાલની ઓફીસ ફતેપુરા પોલીસ ચોકી પાસે ભરકાદેવી આઈસ્ક્રીમ વાળી ગલીમાં આવેલ છે. આ ઓફીસમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની દાહોદ ડીવાયએસપી જાદવને મળેલ માહિતી પ્રમાણે તા.૨૪મીની રાત્રીના અગીયાર વાગ્યાના આસપાસ પોલીસ કાફલાએ આ ઓફીસમાં રેડ પાડતાં પોલીસ પણ એક તબક્કે ચોકી ઉઠી હતી. બિન્દાસ્ત પણે જુગાર રમી રહેતા ફતેપુરા નગરના નામચીન અને મોટા માથા ગણાતા એવા મનીષકુમાર ભરતભાઈ નહાર (રહે.ફતેપુરા,ઉખરેલી ત્રણ રસ્તા), ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી (રહે.કરોડીયા પુર્વ, નવી વસાહત, ફતેપુરા), સબીરભાઈ મજીદભાઈ મતાદાર (રહે.ઘુઘસ રોડ, ફતેપુરા), યાસીન મુકતાર મતાદાર (રહે. આઈ.કે,દેસાઈ, ફતેપુરા), વિકેશભાઈ રાજેન્દ્રભાઈ પટેલ (રહે.અંબામાતા મંદિર પાસે, ફતેપુરા), નૈતિકકુમાર પ્રવિણભાઈ કલાલ (રહે.ફતેપુરા,ઉખરેલી ત્રણ રસ્તા), કપીલભાઈ ભરતભાઈ નહાર (રહે.ફતેપુરા,ઉખરેલી ત્રણ રસ્તા) અને હિતેશ નટવરલાલ કલાલ (રહે.ઉખરેલી ત્રણ રસ્તા, ફતેપુરા) એમ સાતેય જણા બિન્દાસ્ત અને બેખોફ રીતે મોટા પાયે હારજીતનો વગર પાસ પરમીટે જુગાર રમી રહ્યા હતા. પોલીસે ઓંચિતી આ ઓફીસમાં રેડ પાડતાં એકક્ષણે સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી. જુગારની આ રેડમાં ફતેપુરાના કરાડીયા ગામનો સરપંચ હિતેશ નટવરલાલ કલાલ જે ડેપ્યુટી સરપંચ તરીકે પદ સંભાળી રહ્યા છે તેઓની ઓફિસમાં મોટા જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી  ત્યારે પોલીસે સ્થળ પરથી રોકડા રૂપીયા ૯૪,૫૪૦, મોબાઈલ નંગ.૯ કિંમત રૂ.૨૯,૫૦૦, ત્રણ મોટરસાઈકલ કિંમત રૂ.૮૫,૦૦૦ અને ગંજી પત્તા નંગ.૫૨ વિગેરે મળી કુલ રૂ.૨,૦૯,૦૪૦ ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.જયારે ડે.સરપંચ દરોડા દરમિયાન હાજર ન હોવાથી પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જુગારધામમાં દરોડા દરમિયાન ઝડપાયેલા ગેમ્બલરો રાજકીય આવરણ ધરાવતા હોવાથી સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો 

કહેવાય છે કે, ઉપરોક્ત જુગારમાં ઝડપાયેલ સાતેય ઈસમો ફતેપુરા નગરના નામચીન અને મોટામાથાના ગજાના માણસો છે. જે રાજકીય બાબતે પણ ઉપર સુધી પહોંચ ધરાવે છે ત્યારે આવા સમયે આ જુગારીઓ ઝડપાતા પંથક સહિત જિલ્લામાં ખળભળાટ સાથે હાલ આ બનાવ ચર્ચાની એરણે ચઢ્યો છે.આ જુગારધામની રેડ બાદ હાલ આ સમગ્ર કિસ્સો ફતેપુરા નગર અનેક ચર્ચાઓએ વેગ લીધો છે જેમાં આ મોટા જુગાર ધામમાં ઝડપાયેલ નામચીન કપીલ ભરતભાઈ નાહર ફતેપુરામાં એવો રૂતબો ધરાવે છે કે, ફતેપુરા પોલીસ કોઈ અરજદાર કે ફરીયાદી આવે તો પોલીસ સ્ટેશને બાદમાં પહેલા કપીલ નાહર પાસે તેને મળવાનો આગ્રહ રખાતો હતો. પોલીસ સ્ટેશનમાં આ કપીલ નાહર હરહંમેશ અડીંગો જમાવીને બેસી રહેતો હતો. ખુદ ફતેપુરાની પોલીસ પણ આ કપીલ નાહરના કહેવા પ્રમાણે કાયદાકીય કામગીરી તેમજ તેના સુચનો અને માર્ગદર્શન હેઠળ ચાલતી હોવાની ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે ત્યારે તેવા સમયે ખુદ ડીવાયએસપી જાદવની ટીમ દ્વારા આ બેખોફ ચાલતા જુગાર ધામ ઉપર રેડ પાડતા સ્થાનીક પોલીસમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

જુગારધામમાં ઝડપાયેલ ગેમ્બલરો લોકઅપમાંથી બહાર કઢાવવા સ્થાનિક નેતાઓના ધમપછાડા 

આ મોટા પાયાના જુગાર ધામ પર પોલીસની રેડ બાદ સાતેય આરોપીઓ પૈકી કેટલાક તો રાજકીય વગ પણ ધરાવે છે અને રાજકીય સહારો, ટેકો લઈ પોતાનો ધંધો,રોજગાર ફતેપુરામાં બેખોફ ચલાવતા હોવાની પણ ચર્ચાઓ વહેતી થવા પામી છે ત્યારે આ જુગારીઓને છોડવવા હાલ રાજકીય દાવ પેચ પણ ચાલી રહ્યા છે અને લોકઅપમાંથી બહાર કઢાવવા ધમપછાડાઓ શરૂ થઈ ગયા છે

જુગારધામમાં પકડાયેલ ગેમ્બલરો પૈકી એક કેરોસીનના કાળા કારોબારનો કિંગ મેકર હોવાનું ચર્ચામાં 

વધુમાં ચર્ચાની એરણે જાણવા મળ્યા અનુસાર કપિલ નાહર  કેરોસીનના કાળા બજારનો કિંગ મેકર હોવાનું જાણવા મળી રહ્યું છે કાળા બજારમાં કેરોસીનનો મોટો પાયે કાળો બારોબાર કરી આ કપિલ નાહરે બજારમાં પોતાનો સિક્કો અડીખમ રાખ્યો હોવાની ચર્ચાઓ પણ પંથકમાં ચર્ચાના એરણે છે.

—————————————————–
error: Content is protected !!