Friday, 19/04/2024
Dark Mode

છાપરી ખાતે આવેલ અંધશાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને ચાદર ભેંટ કરી માનવતાની મહેક પ્રસરાવતું “દાહોદ લાઈવ”

છાપરી ખાતે આવેલ અંધશાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને ચાદર ભેંટ કરી માનવતાની મહેક પ્રસરાવતું “દાહોદ લાઈવ”

દીપેશ દોષી @ દાહોદ 

દાહોદ તા.૨૩
હમણાં થોડા સમય પહેલા સાથી પત્રકારો સાથે મળી બનાવેલી “દાહોદ લાઈવ” વેબ ચેનલે દાહોદ શહેર સહિત જિલ્લામાં  નિષ્પક્ષ તેમજ તટસ્થ બની પ્રતિદિન સત્ય તેમજ સચોટ સમાચારો  સહુ સુધી પહોંચાડવા કટિબદ્ધ બની સતત પ્રયાસો કરી સાથે- સાથે દાહોદમાં જરૂરિયાતમંદ લોકોને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નિસ્વાર્થભાવે  મદદ કરી પોતાના સેવા કાર્યને આગળ ધપાવી માનવતાની મહેક પ્રસરાવવાનું ભગીરથ કાર્ય પણ કરી રહી છે.ત્યારે આજરોજ વધુ એક વખત જરૂરિયાતમંદ લોકોની સેવાકાજે “દાહોદ લાઈવ” ન્યુઝ ચેનલની ટીમ છાપરી મુકામે આવેલ અંધશાળા ખાતે મુલાકાતે પહોંચી હતી.જ્યાં શાળાના દરેક વર્ગખંડ, કોમ્પ્યુટરરૂમ,બાળકોની હોસ્ટેલ, તેમજ રસોઈઘરની મુલાકાત લઈ અંધશાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે મુલાકાત પણ કરી હતી. આ બાદ દાહોદ લાઈવની ટીમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાદરોનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ લાઈવના તમામ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!