Wednesday, 04/12/2024
Dark Mode

બાળ મજૂરી કે મજબૂરી? સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં

બાળ મજૂરી કે મજબૂરી? સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

બાળ મજૂરી કે મજબૂરી સંતરામપુર તાલુકામાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરી કરતા બાળકો પોતાનું બાળપણ અને ભણતર છોડી ઘર વપરાશ માટે બળતણ લાકડા લેવા માટે પોતાનું ડુંગરામાં જતા નાના ભૂલકાઓ નજરે પડીરહ્યા છે.ત્યારે આજ રીતે સંતરામપુર તાલુકાના આંબા ગામના બે બાળકીઓ પોતાના ઘર માટે જમવાનું બનાવવા માટે લાકડાના ભારા બાંધીને માથે ઊંચકીને એક કિલોમીટર ચાલીને પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે.વાસ્તવિકતામાં ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકારની ઉજ્વલા યોજનાથી હજુ ગ્રામ્ય વિસ્તારના આ યોજનાથી લાભ વિનાના વંચિત છે.સરકારનો ભાર વિનાનું ભણતર સૂત્ર ચાલે છે આ રીતે નાના બાળકો ને માથે ભાર આપીને કામગીરી કરાવતાં હોય છે ખરેખર આનો જવાબદાર સમાજ વાલી શિક્ષક કોણ? તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે આંબા ગામના આ બાળકીઓ લાકડા ભરીને લાવે સાંજે તેમના ઘરનું ચૂલો સળગે છે અને જમવાનું બનતું હોય છે ધોરણ એક અને પાંચમાં અભ્યાસ કરતી બાળકી ઓ રજાના દિવસ અને સાંજના પ્રાથમિક શાળા છૂટે એટલે લાકડા લેવા જવું જ પડે તેમ છે.ઉજ્વલા યોજનાની આજે ત્રણ વર્ષ વીતવા છતાંય ગ્રામ્ય વિસ્તાર સુધી તેનો લાભ ન મળતાં આ યોજના ફારસરૂપ નીવડી છે આજ રીતના સંતરામપુર તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારમાં લાકડાઓના ભારા માથે ઉચકવા માટે  નાની બાળકીઓ મજબુર બની ગઈ છે આ બાબતનું સરકારી તંત્ર કોના ભાગરૂપે કહી શકાય તેનો એ પ્રશ્ન ઉભો થયો છે સૌથી મોટો પ્રશ્નો આ સરકારી તંત્રને વિચારવા જેવું છે. 

error: Content is protected !!