Thursday, 26/12/2024
Dark Mode

બારમાં ધોરણની પરીક્ષા આપીને પરત ફરતી સગીરાને તુફાન ગાડીમાં આવેલા ઈસમો દ્વારા અપહરણ કરાતાં પોલીસમાં દોડધામ

બારમાં ધોરણની પરીક્ષા આપીને પરત ફરતી સગીરાને તુફાન ગાડીમાં આવેલા ઈસમો દ્વારા અપહરણ કરાતાં પોલીસમાં દોડધામ

 મઝહરઅલી મકરાણી @ દાહોદ 

દે.બારીયા તા.22

દેવગઢ બારીયા નગરમાં બારમાં ધોરણની પરીક્ષા આપીને પરત ફરતી એક સગીરાને તુફાન ગાડીમાં આવેલા ઈસમો દ્વારા અપહરણ કરાતાં પોલીસમાં દોડધામ, દેવગઢબારીયા નગરના મોટા તળાવની પાળ ઉપરથી સગીરાનું અપહરણ,બારમા ધોરણનું છેલ્લું પેપર હોય પરીક્ષા આપી પરત ફરતી સગીરા નું અપહરણ, ધાનપુર તાલુકાના એક ગામની સગીરાનું મધ્યપ્રદેશના યુવક અફરણ કર્યો હોવાનું બહાર આવ્યું, 

દાહોદ તા.22

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં બારમા ધોરણની પરીક્ષા આપી પરત ફરતી એક સાડા સત્તર વર્ષની સગીરાનો મધ્યપ્રદેશના યુવક દ્વારા અન્ય યુવકને મદદથી ક્રુઝર ગાડી લઈને આવી સગીરાનું અપહરણ કરી ફરાર થઈ જતાં પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધાનપુર તાલુકાના એક ગામની સાડા 17 વર્ષીય એક સગીરા દેવગઢબારિયા ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી હાલમાં આ સગીરા ધોરણ12ની પરીક્ષા આપતી હોય જેની તારીખ 21/03/2020 ના રોજ છેલ્લું પેપર હોય પેપર આપવા ગયેલી અને પરીક્ષા પૂર્ણ થતા તે તેની અન્ય સાથી મિત્રો સાથે ગર્લ્સ હોસ્ટેલ જવા રવાના થયેલી ત્યારે દેવગઢ બારીયાના મોટા તળાવની પાળ ઉપરથી તે હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે અચાનક એક તુફાન ગાડીમાં આવેલા માણસો સગીરાને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી લઈને જતા રહ્યા હતા ત્યારે આ બનાવ અંગેની જાણ દેવગઢબારિયા ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા વોર્ડને આ બનાવ અંગેની જાણ સગીરાના ભાઈને કરવામાં આવતાં તેનો ભાઈ દેવગઢબારીયા પોલીસ મથકે દોડી આવેલ અને તેની બહેનનું અપહરણ કરનાર ઈસમ બામણીયા વિપેશસિંગ મધ્યપ્રદેશના કરેલી મહુડી તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુરનો હોવાનું તેના ભાઈએ જણાવેલ અને આ વિપેશસિંગ અગાઉ આ સગીરાના ફોટા એડિટ કરી ફોટા વાયરલ કરેલાં હોવાનું જણાવેલ જેથી પોલીસે મધ્યપ્રદેશના બામણીયા વિપેશિંગ વિરુદ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!