Friday, 29/03/2024
Dark Mode

કોરોના ઇફેક્ટ…. વડાપ્રધાનના “જનતા કર્ફ્યુ”ના આવાહ્નનને ગરબાડામાં પ્રચંડ સમર્થન મળ્યું:ગરબાડામાં સ્વયંભુ બંધના કારણે કેટલાક લગ્નની જાન મોકૂફ રખાઈ

કોરોના ઇફેક્ટ…. વડાપ્રધાનના “જનતા કર્ફ્યુ”ના આવાહ્નનને ગરબાડામાં પ્રચંડ સમર્થન મળ્યું:ગરબાડામાં સ્વયંભુ બંધના કારણે કેટલાક લગ્નની જાન મોકૂફ રખાઈ

 વિપુલ જોષી @ ગરબાડા 

જનતા કરફ્યુ ને લઈને સમગ્ર ગરબાડા તાલુકો જડબેસલાક બંધ તાલુકામાં ઘણા ખરા લોકો એ ગણપતિ અને માંડવાની વિધિ પત્યા બાદ જાન લઇ જવાનું મોકૂફ રાખ્યું હતું.

ગરબાડા તા.22p
કોરોના વાઈરસે દેશ અને દુનીયામાં પોતાનો ભરડો લીધો છે ત્યારે એક દિવસ માટે પણ લોકોની અવર જવર બંધ થાય તો આ વાઇરસ  ફેલાવવામાં મોટો ફરક પડી શકે તેમ છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી  દ્વારા  રવિવાર ૨૨ માર્ચના દિવસે સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી દેશવાસીઓને જનતા કરફયુનું આહવાન કર્યું હતું.જે આહવાનને સમર્થન આપી આજે  સમગ્ર ગરબાડા તાલુકાની પ્રજાએ જડબેસલાખ બંધ પાળી  પ્રધાનમંત્રી ની અપીલને પ્રચંડ સમર્થન આપી અને જનતા કરફ્યુનો સંપૂર્ણપણે સફળ બનાવ્યું હતું.તો બીજી તરફ આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં હાલમાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ચાલી રહી હોય ત્યારે પંથકમાં ઘણા ખરા લોકો એ લગ્નવિધિનો ચાંદલો માંડવો ગણપતિ પત્યા બાદ તારીખ ૨૨મી ના જાન લઇ જવાનું ટાળ્યું હતું અને જનતા કરફ્યુ માં સહભાગી બન્યા હતા જે તમામ લોકો તારીખ 23 મી ના રોજ  જાન લઈ જશે અને લગ્ન વિધિ પૂર્ણ કરશે આવો જ એક કિસ્સો ગરબાડા તાલુકાના ખારવા ગામમાં જોવા મળ્યો હતો જેમાં ખારવા ગામ ના આર્મીમાં સર્વિસ કરતા એક યુવાન ના ગણપતિ તેમજ ચાંદલાવિધિ તારીખ  20.21. ના પતિ ગયેલ હતી જ્યારે 22મી તારીખે જાન ધાનપુર તાલુકાના વાકોટા ગામે  જવાની હતી તેમજ  ભીલોઈ ગામે પણ 22 મીના  દસલા ગામે જાન  જવાની હતી પરંતુ તે પણ જનતા કરફ્યુ ના કારણે મૂકો રાખવામાં આવી હતી અને આવી અનેક જાન લગ્ન જનતા કરફ્યુનો કારણે તારીખ 23 મેના રોજ થશે.જોકે આ મામલે ગરબાડા સરપંચ અશોકભાઈ પટેલે દાહોદ લાઈવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગરબાડા તાલુકામાં તારીખ ૨૨મી ના આમ તો ઘણા બધા લગ્ન મૂકો રખાયા હશે પરંતુ મારા ધ્યાનમાં ચાર-પાંચ લગ્ન એવાં છે કે જે જનતા કરફ્યુનો કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે.વડાપ્રધાન ના જનતા કરફ્યુના આહવાનને સમર્થન આપી ગરબાડા તાલુકાના તમામ  વેપારીઓએ સ્વયંભુ રીતે બંધ રાખીને વહીવટી તંત્રને પૂરો સહકાર આપ્યો હતો તેમજ પંથકમાં જનતા કરફ્યુ દરમ્યાન આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ખડેપગે હાજર રહ્યા હતા અને લોકોને આ કોરોના વાયરસથી સાવચેતી રાખવા અપીલ કરી હતી.

error: Content is protected !!