Friday, 24/01/2025
Dark Mode

મહારાષ્ટ્ર રાજસ્થાનથી પરત આવેલા દે.બારીયાના એક યુવકને કોરોનાના લક્ષણો દેખાતા સારવારઅર્થે ગોધરા મોકલાયો

મહારાષ્ટ્ર રાજસ્થાનથી પરત આવેલા દે.બારીયાના એક યુવકને કોરોનાના લક્ષણો દેખાતા સારવારઅર્થે ગોધરા મોકલાયો

મઝહરઅલી મકરાણી @ દે.બારીયા 

 દે.બારીયા તા.22

દેવગઢ બારીયા તાલુકામાં મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં ફરીને આવેલા એક દંપતિ પતિને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા સ્થાનિક તંત્ર દોડતું થયું દંપતીને સારવાર અર્થે ગોધરા ખસેડાયું

દેવગઢ બારીયા તાલુકામાં કોરોનોના વાઈરસ ને લઇ એક તરફ અફવા બજાર ગરમાયું છે ત્યારે આ ગરમાયેલા અફવા બજાર વચ્ચે દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામ નો એક દંપતી દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલમાં સારવારઅર્થે આવતા દંપતી પતિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેથી સ્થાનિક સારવાર લેવા આવ્યો હતો ત્યારે સ્થાનિક તબીબે તપાસતા આ દંપતી પતિને કોરોનો ના શંકાસ્પદ લક્ષણો દેખાતા દંપતીની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે દંપતિએ જણાવ્યુ હતું કે છેલ્લા એક સપ્તાહમાં તેઓ જયપુર નાથદ્વારા અને મુંબઈ ફરીને આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી તાત્કાલિક અસરથી સ્થાનિક તબીબે દંપતી પતિને કોરોનો વાઈરસ ની ઝપેટમાં હોવાની શંકાએ દંપતીને વધુ સારવાર અર્થે તેમજ દંપતી પત્નીની તપાસ હાથ ધરવામાં આવે તે અર્થે દંપતી પતિ પત્ની ને ગોધરા ખાતે 108 મારફતે મોકલી આપ્યું હતું તેમ સ્થાનિક તપાસ કરનાર તબીબે જણાવ્યું હતું.

error: Content is protected !!